જસદણ એસ.ટી. ડેપોમાં નવા બોર્ડનું વિતરણ

24 November 2022 11:48 AM
Jasdan
  • જસદણ એસ.ટી. ડેપોમાં નવા બોર્ડનું વિતરણ

જસદણ એસટી ડેપો ખાતે જસદણની વિવિધ એસટી બસના બસ રૂટના નવા બોર્ડનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડેપો મેનેજર પી. યુ. મીરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જસદણ એસટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરોને બસ રૂટના નવા બનાવવામાં આવેલા બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વેલોસીટી હોસ્પિટલનાં ડો. વિરાજ ગોરવાડીયાના આર્થિક સહયોગથી જસદણ એસટી ડેપો ખાતે કુલ 120 બસ રૂટના બોર્ડ બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કર્મચારી મંડળના પ્રમુખ ડી. ડી. ગીડા, દાતા ડો. વિરાજ ગોરવાડીયા, જસદણ એસટી ડેપોના કર્મચારીઓ, ડ્રાઇવર, કંડકટર તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો


Advertisement
Advertisement
Advertisement