ગુજરાતની ચૂંટણીમાં અંતે પાકિસ્તાનની એન્ટ્રી કરાવતા કેન્દ્રીય મંત્રી

24 November 2022 11:49 AM
Elections 2022 Gujarat India Politics World
  • ગુજરાતની ચૂંટણીમાં અંતે પાકિસ્તાનની એન્ટ્રી કરાવતા કેન્દ્રીય મંત્રી

પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને : 2017માં ખુદ વડાપ્રધાને તેમના પૂરોગામી મનમોહનસિંહની સિક્રેટ મીટીંગનો ઉલ્લેખ કર્યો હતો : હવે કેન્દ્રીય મંત્રીએ પાક.ને ઘસડ્યું

રાજકોટ,તા. 24
આખરે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ ગઇ છે અને તે પણ કેન્દ્રીય મંત્રીએ કરાવી દીધી છે. 2017માં પણ આખરી ઘડીએ પાકિસ્તાન આવી ગયું હતું જેમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાનની આર્મી ઇચ્છે છે કે ગુજરાતમા અહમદ પટેલ મુખ્યમંત્રી બને પરંતુ 2017ની ચૂંટણીમાં એ પણ વાત ચગી હતી કે દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કેટલાક નિવૃત બ્યુરોકેટ અને નિવૃત લશ્કરી અધિકારીઓ કોંગ્રેસના નેતા મણીશંકર ઐય્યરના નિવાસે ભેગા થયા હતા અને તેમાં પાકિસ્તાનના રાજદૂત સહિતના અનેક નેતાઓ હતા.

તેમાં ગુજરાતમાં કોંગ્રેસ કેમ જીતે તે અંગે ચર્ચા થઇ હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિક્રેટ મીટીંગની વાત કરી હતી. તે સમયે મણીશંકર ઐય્યર ગુજરાતની ચૂંંટણીમાં ભારે ચર્ચામાં હતા તેઓેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ કહ્યા હતા અને તે મુદ્દો ગુજરાતની ચૂંટણીમાં જબરો જામ્યો હતો. પાલનપુરની સભામાં આ સિક્રેટ મીટીંગની વાત કરી પરંતુ તેમાં કદી સત્ય બહાર ન આવ્યું અને ચૂંટણી જતા જ તે પણ ભૂલાઈ ગયું.

પરંતુ હવે આ ચૂંટણીમાં ફરી એક વખત પાકિસ્તાનની એન્ટ્રી થઇ છે અને કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ ગુજરાતની એક જાહેરસભામાં એક એવું નિવેદન આપ્યું કે રાજ્યની ચૂંટણીમાં પાકિસ્તાન ઇચ્છે છે કે કોંગ્રેસ ચૂંટણી જીતે.

પાકિસ્તાન ઇચ્છતુ નથી કે ભાજપ એક પણ ચૂંટણી જીતે અને તેઓએ લોકોને પાકિસ્તાન ખુશ થાય તેવી કોઇ હરકત નહીં કરવા જણાવ્યું હતું. જાણીતા ટીવી એડીટર રાજદીપ સરદેસાઈએ આ વીડિયોપોસ્ટ કર્યો છે અને એ પણ કોમેન્ટ કરી છે કે ગુજરાતની ચૂંટણી પાકિસ્તાનના ઉલ્લેખ વગર પૂરી થઇ શકે નહીં તે નિશ્ચિત બની ગયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement