તળાજા યાર્ડમાં કપાસનાં ભાવમાં કડાકાનાં પગલે ખેડૂતોમાં ભડકો!

24 November 2022 11:54 AM
Bhavnagar
  • તળાજા યાર્ડમાં કપાસનાં ભાવમાં કડાકાનાં પગલે ખેડૂતોમાં ભડકો!

બધી જ જણસીની રોષ સાથે હરારજી બંધ કરાવી

ભાવનગર, તા.24
ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજે રાબેતા મુજબ જ કપાસ મગફળી સહિત તમામ ખેત જણસ ની હરાજી શરૂ થઈ હતી.જીનર્સ ના આંતર રાષ્ટ્રીય બજારમાં ગાંસડી ના ભાવ અને સ્થાનિક લેવલે કપાસિયા ના ભાવ ઘટવા ના કારણે જીનર્સ ને 1700 રૂપિયા ઉચા ભાવ આપવા પોસાય છે તે નિવદેન બાદ આજે ખરીદદાર જીનર્સ વેપારીઓ એ 1760 રૂપિયા સુધીનો ઉચો ભાવ ખેડૂતો ને ખુલ્લી હરાજીમાં આપ્યો જ હતો.

તેમ છતાંય આજે ભાવ ઘટાડા ના મામલે રોષે ભરાયાં હતાં.ભાવ અંગે નિવેદન શા માટે કરવામાં આવ્યા તેવી બાબત ને આગળ ધરી ને સૂત્રોચ્ચાર કરીને કપાસ સહિત ની જણસ ની હરાજી બંધ કરાવી હતી.આ રોષ વચ્ચે એવા પણ ખેડૂત મળ્યા હતાકે પોતાનો કપાસ 1657 મા વેચાયો હતો અને તેનાથી તે ખુશ હતા.રોકડા રૂપિયા હાથમાં આવે તેની રાહમાં હતા ને હરાજી બંધ,માલ ગાડી મા ભરવા ન દેવાની વાત ને લઈ મૂંઝવણ મા મુકાયા હતા.

ખેડૂતો ના રોષ ને લઈ યાર્ડ અધ્યક્ષ ભીમજીભાઈ પંડ્યા, ઉપ પ્રમુખ મસરિભાઈ ભાદરકા,ડિરેકટર લાખાભાઇ આહીર સહિતના ડિરેકટર અને સેક્રેટરી અજીતભાઈ પરમાર એ ખેડૂતો સાથે બેઠક યોજીને યોગ્ય ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ના મતભેદ ને લઈ નિષ્પક્ષ રહી ને નિર્ણય લેવાયો હતો.
બીજી તરફ વેપારીઓમાં પણ આંતર રાષ્ટ્રીય બજાર પ્રમાણે ભાવ આપવા છતાંય અને છેક ત્રણ હજાર સુધી ભાવ આપવા છતાંય આજે જે વલણ અપનાવવા આવ્યું તેને લઈ કચવાટ સાંભળવા મળ્યો હતો.


Advertisement
Advertisement
Advertisement