ચીનમાં લોકોનો આક્રોશ ચરમસીમાએ : અર્થતંત્ર પણ સંકટમાં : સ્ફોટક અહેવાલ

24 November 2022 11:55 AM
India World
  • ચીનમાં લોકોનો આક્રોશ ચરમસીમાએ : અર્થતંત્ર પણ સંકટમાં : સ્ફોટક અહેવાલ

ચીનના ઝોંગઝોઉમાં દુનિયાની સૌથી મોટી આઈફોન ફેક્ટરીમાં હજારો કામદારો વેતન કાપ સહિતના મુદ્દે તોફાને ચડયા : અનેક વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો

બીજીંગ,તા. 24
ચીનના ઝોંગઝોઉ શહેરમાં દુનિયાની સૌથી મોટી એપલ આઈફોન ફેક્ટરી બહાર પગાર સહિતના મુદ્દે હજારો કર્મચારીઓએ કરેલા દેખાવોથી સમગ્ર વિશ્વનું ધ્યાન હવે ચીન પર ગયું છે અને ફક્ત એપલ ફેકટરીની જ વાત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડના એક રિપોર્ટ મુજબ ચીનમાં અર્થ વ્યવસ્થા સંકટમાં છે અને લોકો ભારે ગુસ્સામાં છે.

ચીનનો વિકાસ દર 3.2 ટકા જેવો રહેવાની ધારણા છે જે 2021માં 8.1 ટકા હતો. આંકડા મુજબ 46 વર્ષમાં ચીન 2008 બાદ બીજી વખત તેની અર્થ વ્યવસ્થામાં સૌથી મોટો પડકારનો સામનો કરી રહી છે અને ભારે બેરોજગારીની શક્યતા પણ વધી ગઇ છે.

કોરોના મહામારીમાં ચીને જે ઝીરો-ટોરન્સની નીતિ અપનાવી છે તેના કારણે લાખો કામદારોની રોજગારી પર જોખમ સર્જાયું છે. લોકડાઉન દરમિયાન જે રીતે લોકોની રોજગારી સંકટમાં આવી ગઇ હતી તેમાં હજુ પણ ચીન રિકવર થઇ શક્યું નથી. ગુઆંગઝુ, ઉરુમકી, ગુલજા, શિનજિયાંગ, શિજિઆજહુઆંગ, ચોગિગ જેવા શહેરોમાં લોકડાઉન બાદ પણ જે વારંવાર કોરોનાના કેસ વધતા પ્રતિબંધાત્મક આદેશો આવે છે તેના કારણે લોકોમાં ગુસ્સો આસમાને છે.

વારંવાર નેગેટીવ ટેસ્ટ કરાવવા પડે છે અને ટુરીઝમને પણ ભારે અસર થઇ છે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં પ્રવાસન ઉદ્યોગ લગભગ ભાંગી પડ્યો છે તો બીજી તરફ પ્રોપર્ટી બજારમાં ચીનના મોટા શહેરોમાં અને ઘરોની કિંમતોમાં 20 ટકા જેવો ઘટાડો આવ્યો છે તો નાના ઉદ્યોગોને બચાવવા માટે ચીન સરકાર પાસે કોઇ મોટી યોજના નથી અને 16 થી 24 વર્ષની ઉંમરના દર પાંચમાંથી એકવ્યક્તિ બેરોજગાર બની ગયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement