અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચારો ખોટા, હાલ વેન્ટીલેટર પર

24 November 2022 11:58 AM
Entertainment India
  • અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચારો ખોટા, હાલ વેન્ટીલેટર પર

અભિનેતાના પત્ની વૃશાલીએ કર્યો ખુલાસો

મુંબઈ તા.24
અનેક ટીવી સિરિયલો તેમજ હિન્દી, મરાઠી અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મરાઠી અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા હતા. જેને તેમના પત્ની વૃષાલીએ ફગાવીને જણાવ્યું હતું કે તે હજુ જીવિત છે અને વેન્ટીલેટર પર છે.

વિક્રમ ગોખલે ઘણા સમયથી બીમાર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે જયારે તેમના નિધનની ખબર બહાર આવી અને આ બાબતે તેમના પત્ની વૃષાલીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે તે જીવિત છે અને ગઈકાલે બપોરે કોમામાં જતા રહ્યા હતા. હજુ પણ તે વેન્ટીલેટર પર છે.

વિક્રમ ગોખલે 5 નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેમને હાર્ટ અને કીડનીમાં તકલીફ હતી હાલ તેઓ મલ્ટી ઓર્ગન ફેલ્યોરનો શિકાર બન્યા છે. હોસ્પિટલના ડોકટર ધનંજય કેલકરે જણાવ્યું હતું કે વિક્રમ ગોખલેના નિધનના સમાચારો સાચા નથી.

ઉલ્લેખનીય છે કે, વિક્રમ ગોખલેએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મો ઉપરાંત વર્ષો પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ ‘કોઈનું મીંઢોળ કોઈના હાથે’માં કામ કર્યું છે. છેલ્લે તેઓ જૂન મહિનામાં રિલીઝ ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement