હવે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં નીચેની બર્થ સરળતાથી મળી જશે

24 November 2022 11:59 AM
India Travel
  • હવે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં નીચેની બર્થ સરળતાથી મળી જશે

નવી દિલ્હી,તા. 24
વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલા, વિકલાંગોને ટ્રેનમાં સરળતાથી નીચેની બર્થ મળી રહે તે માટે રેલવેએ નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. આઈઆરસીટીસીએ એક યાત્રીએ પોતાના સંબંધી વરિષ્ઠ નાગરિકને નીચેની બર્થ ન મળતા તેના જવાબમાં જણાવ્યું હતું કે પીએનઆર સામાન્ય કોટાથી બુક કરાયો હતો, આપ સામાન્ય કોટામાં નીચલી બર્થને પ્રાથમિકતા આપી શકો છો, પરંતુ બર્થની ફાળવણી ઉપલબ્ધતા પર નિર્ભર છે.

ત્યારબાદ આપે રિઝર્વેશન ચોઇસ બુક ઓન્લી ઇફ લોઅર બર્થ ઇઝ એલોટેડને પસંદ કરવો પડશે. વધુમાં જણાવાયું હતું કે સામાન્ય કોટામાં નીચલી બર્થની ફાળવણી પૂરી રીતે ઉપલબ્ધતા પર નિર્ભર છે અને તેમાં કોઇ માનવીય હસ્તક્ષેપ નથી, આ સિવાય આપ ઓન ડ્યુટી ટીટીઇનો સંપર્ક કરી શકો છો, જે જરૂરતમંદોને ખાલી નીચલી બર્થ ઉપલબ્ધ કરાવવા અધિકૃત છે.

નિયમો અનુસાર સ્લીપર કલાસમાં દર કોચે 6 લોઅર બર્થ અને એસી-3 ટિયરમાં ત્રણ લોઅર બર્થ અને સ્લીપીંગ કલાસવાળી બધી ટ્રેનોમાં એસી-2 ટિયર કલાસમાં વરિષ્ઠ નાગરિકો માટે કોટા નકકી કરાયો છે.

જો ટ્રેન ઉપડી ગયા પછી નીચેની કોઈ બર્થ ખાલી રહે છે તો કોઈ વિકલાંગ વ્યક્તિ, વરિષ્ઠ નાગરિક કે ગર્ભવતી મહિલા કે જેમને ઉપરની કે વચ્ચેની બર્થ મળી છે તો અનુરોધ પર ચાર્ટમાં ફેરફાર કરી ઓન બોર્ડ ટિકીટ ચેકીંગ સ્ટાફ નીચેની બર્થ ફાળવી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement