સ્વ.હરીસિંહ ગોહિલ પાસેથી રાજકારણનો કકકો શીખ્યો: સ્કૂલમાં કૃષ્ણકુમારસિંહજીનો રોલ ભજવ્યો હતો: મોદી

24 November 2022 11:59 AM
Bhavnagar Elections 2022 Politics
  • સ્વ.હરીસિંહ ગોહિલ પાસેથી રાજકારણનો કકકો શીખ્યો: સ્કૂલમાં કૃષ્ણકુમારસિંહજીનો રોલ ભજવ્યો હતો: મોદી

ભાવનગરમાં અજાણી સ્મૃતિ વાગોળતા વડાપ્રધાન: મતદાનના નવા રેકોર્ડ બનાવવા નરેન્દ્રભાઈની લોકોને હાકલ

ભાવનગર તા.24
આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બધા જ રેકોર્ડો તોડવા છે અને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ ભાવનગરની જાહેર સભામાં લોકો પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો રોલ ભજવ્યો હોવાનું જણાયું હતું. કોંગ્રેસની ટીકા કરતા મોદીએ તેમના સરકારની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓ આંકડા સાથે વર્ણવી હતી.

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે વડાપ્રધાન મોદીએ તેમના વક્તવ્યમાં શરૂઆતમાં જ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા અને ભાવનગરની ધરતીને નમન કરું છું તેમ જણાયું હતું. છેલ્લા કેટલાય સમયથી ભાવનગર અને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન તરફથી સમર્થન મળી રહ્યું છે તેમ જણાવી છેલ્લા બે દાયકા થી દાયકા ની સફળતા વિશ્વાસ અને વિકાસની અવિરત યાત્રાનો નાથો જોડ્યો છે ફીર એક બાર ભાજપ સરકારનો નારો મોદીએ સભામાં ગુંજતો કરાયો હતો. આવનારા દિવસોમાં વિકસિત ગુજરાતને વધુ ઊંચાઈએ લઈ જવાનું જણાવી મોદીએ લોકો પાસેથી માત્ર વિકસિત ગુજરાત માટે મૂડી રોકાણમાં તમારો મત જ આપો તેમ જણાવી ગેરંટી આપી હતી કે ભાજપ સરકારે સમસ્યા ના સ્થાયી સમાધાન માટે દિવસ રાત હેમત કરનારી પાર્ટી છે. કોંગ્રેસના શાસનમાં કેવી દશા હતી તેમ જણાવી વીજળી પાણી ગેસ પાઇપલાઇન કનેક્ટિવિટી સહિતના ક્ષેત્રે થયેલ વિકાસના કામોની આંકડા સાથે માહિતી આપી હતી

ધોલેરા સર લોથલમાં મેરી ટાઈમ હેરિટેજ તેમજ વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઈડ્રોજન કાઠીયાવાડમાં બનશે તેમ જણાવી ગુજરાત આવનારા દિવસોમાં મોટી હરણફાળ ભરનાર છે તેમ જણાવ્યું હતું.

માતૃશક્તિના આશીર્વાદ તેમના ઉપર હંમેશા મળી રહ્યા છે જેમને જે તેઓને ઉર્જા આપે છે તેમ કહીબહેનોની સુરક્ષા ની ગેરંટી આપી હતી. આયુષ્માન યોજના, આવાસ યોજના સહિતના અનેક પ્રોજેક્ટોની આંકડાકીય માહિતી સાથે વાત કરી પાલીતાણાના ટુરિઝમ વિકાસની પણ મોદીએ વાત કરી હતી.

રાજકારણ નો કક્કો ભાવનગરની ધરતીના સ્વ. હરિસિંહ ગોહિલ પાસેથી પોતે શીખ્યા હોવાનું જણાવી ભાવનગરના દરેક વડીલોને ઘરે જઈ નરેન્દ્રભાઈ ભાવનગર આવ્યા હતા અને તમને પ્રણામ પાઠ્વયા છે . તેમ કહી પ્રણામ કરજો તેમ ભાવનગરિયો નેકહ્યું હતું.

જંગી જાહેર સભામાં વડાપ્રધાન મોદીએ આ વર્ષે મતદાનના તમામ રેકોર્ડ તોડવા છે અને ભાજપના કાર્યકર્તાઓને કમળ વધુમાં વધુ કમળ ખીલે તેમ જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement