વર્લ્ડકપ: બીયર શોધવા નીકળેલા પિતા-પુત્રને અમીર શેખ મહેલમાં લઈ ગયો’ને થઈ જોરદાર ‘અય્યાશી’ !

24 November 2022 12:02 PM
India Sports World
  • વર્લ્ડકપ: બીયર શોધવા નીકળેલા પિતા-પુત્રને અમીર શેખ મહેલમાં લઈ ગયો’ને થઈ જોરદાર ‘અય્યાશી’ !

નવીદિલ્હી, તા.24
ફીફા વર્લ્ડકપ જોવા પહોંચેલા બે અંગ્રેજ ચાહક એ સમયે હેરાન થઈ ગયા જ્યારે બીયર ખરીદતાં-ખરીદતાં તેઓ અબજો રૂપિયાના એક આલીશાન મહેલમાં પહોંચી ગયા હતા. આ મામલો સપ્તાહની શરૂઆતનો છે જેનો ખુલાસો અત્યારે થયો છે. એલેક્સ સુલિવન પોતાના 64 વર્ષીય નિવૃત્ત પિતા સાથે વર્લ્ડકપ જોવા માટે કતાર પહોંચ્યો છે. ઈસ્લામિક દેશ હોવાને પગલે આ વર્લ્ડકપમાં ઘણી પાબંદીઓ લાગુ છે.

ન તો સ્ટેડિયમની અંદર દારૂ પીરસવામાં આવી રહ્યો કે ન તો બહાર સરળતાથી મળી રહ્યો. આવામાં બીયરની બોટલ શોધવા માટે પિતા-પુત્રની જોડી સ્થાનિક સુપરમાર્કેટમાં ભટકી રહી હતી ત્યારે તેમની મુલાકાત કતારના એક અમીર પરિવારના સભ્ય સાથે થઈ હતી.પ્રારંભીક વાતચીત અને થોડી મીત્રતા બાદ અમીર શેખે બન્ને અંગ્રેજી ચાહકોને પોતાની સાથે આવવાની ઓફર આપી હતી.

બીયરની તલાશમાં નીકળેલા પિતા-પુત્ર મોંઘી લેમ્બોર્ગિની કારમાં બેસી તો ગયા હતા પરંતુ એક ગભરાટ પણ થવા લાગી હતી. એલેક્સે જણાવ્યું કે કેવી રીતે તેને પોતાના નવા મિત્ર સાથે મળવા માટે આમંત્રિત કરવામાં આવ્યો અને એક શાનદાર કારમાં લઈ જવામાં આવ્યો હતો. એલેક્સના પિતાએ કહ્યું કે આ અવિશ્વસનીય રીતે ઉદાર અને શાનદાર મહેમાનનવાઝી હતી અને અમે ઘણો શ્રેષ્ઠ સમય પસાર કર્યો હતો.

એલેક્સે એ મહેલમાં બનેલા પ્રાણીઘર અંગે કહ્યું કે, જ્યાં તેણે પહેલીવાર એક સિંહને સામે જોયો અને તેના બચ્ચા સાથે મસ્તી પણ કરી હતી. સાથે સાથે અનેક શિકારી પક્ષી અને વાનરો પણ ત્યા હતા. અંગ્રેજી મહેમાનોને અબજોના મહેલમાં રાખનારા શેખને આ બન્નેએ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ ગણાવી હતી.

પ્રારંભે જ્યારે એલેક્સે આ પ્રકારની વાતો સોશ્યલ મીડિયા પર કહી તો કોઈએ તેનો ભરોસો કર્યો નહોતો પરંતુ હવે તેણે આ અંગેના વીડિયો અને તસવીરો અપલોડ કરતાં લોકોને ભરોસો બેઠો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement