સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી: હોસ્પિટલમાં દાખલ

24 November 2022 12:05 PM
Entertainment India
  • સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી: હોસ્પિટલમાં દાખલ

અભિનેતાને સખત તાવ આવેલો: ડોકટરે આરામની સલાહ આપી

ચેન્નઈ,તા.24
સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે. મળતા અહેવાલ મુજબ કમલ હસનને ગઇકાલે એટલે કે બુધવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ કમલ હસનને ગઇકાલે એટલે કે બુધવારે ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ બાદ ડોક્ટરોએ તેમને આવનાર કેટલાક દિવસો સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે પણ આ સાથે રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતાની તબિયત હાલ સારી છે.

જણાવી દઈએ કે કમલ હાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી અને હાલ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને આજે હોસ્પિટલમાંથી રજા મળે તેવી શક્યતા છે.

કમલ હાસન હાલમાં બિગ બોસ તમિલ સીઝન 6 હોસ્ટ કરી રહ્યા છે. અભિનેતા છેલ્લી છ સીઝનથી શોનું એન્કરિંગ કરી રહ્યા છે અને લોકોને એમની એંકરીંગ ખૂબ પસંદ આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement