ઉના -ભાવનગર હાઈવેનાં ગાંગડા ગામ પાસે માર્ગમાં આડશ મુકાતા અકસ્માતનો ભય

24 November 2022 12:06 PM
Bhavnagar
  • ઉના -ભાવનગર હાઈવેનાં ગાંગડા ગામ પાસે માર્ગમાં આડશ મુકાતા અકસ્માતનો ભય

ઉના,તા.24
ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ ગાંગડા ગામે પુલ નજીક હાઈવે તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર અક્સ્માત સર્જાતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા રોડ પર ટીપણા મુકી દેવાતા રસ્તા પર પસાર થતા હજારો વાહન ચાલકો રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. અગાઉ પણ આ પુલ નજીક રસ્તાની સાઇડમાં કટ હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાયેલ ત્યાર હાઈવે દ્રારા સાઇડોમાં માટી નાખી સંતોષ માની લીધો હતો. અને તેમ છતાં રસ્તાની સાઇડોમાં કટ હોવાથી અકસ્માતની ઘટના વારંવાર બની રહી છે. ત્યારે તંત્ર હજુ પણ કોઇ વાહન અકસ્માતમાં ભોગ બને તેની રાહ જોઇ રહ્યું હોય તેમ સાઈડોમાં રિપેર કરવાને બદલે માત્ર રસ્તા પર ટીપણા ગોઠવી દેવામાં આવેલ છે.જેથી રાત્રિનાં સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ હાઈવે પુલ પર રસ્તાની સાઇડો તેમજ રસ્તા પર કટ હોવાથી ચાલું વાહનો ઉછળતા પલ્ટી ખાઇ જતાં ગંભીર અક્સ્માત સર્જાય છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું લેવલ તેમજ કટ વ્યવથીત કરી ટીપણા દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માગણી ઉઠવા પામેલ છે..


Advertisement
Advertisement
Advertisement