અજય ‘ભોલા’માં બીઝી: સિકવલ માટે હજુ સલમાનનો સંપર્ક નથી કર્યો

24 November 2022 12:14 PM
Entertainment India
  • અજય ‘ભોલા’માં બીઝી: સિકવલ માટે હજુ સલમાનનો સંપર્ક નથી કર્યો

અજય દેવગન ‘ભોલા’ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવશે

મુંબઈ: સુપરસ્ટાર અજય દેવગન હાલ પોતાની આગામી નિર્દેશિત ફિલ્મ ‘ભોલા’ના શૂટીંગમાં વ્યસ્ત છે હાલમાં જ અભિનેતાએ એક રસપ્રદ મોશન પોસ્ટર શેર કયુર્ં હતું. જેણે દર્શકોનો ઉત્સાહ વધારી દીધો હતો.

હાલમાં આવેલા રિપોર્ટ મુજબ ‘ભોલા’ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. ફિલ્મને લઈને એવી પણ વાત છે કે સિકવલમાં સલમાન ખાન નજરે પડશે. જોકે ‘ભોલા’ના મેકર્સ તરફથી આ મામલે અધિકૃત નિવેદન નથી આવ્યું.

કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે સલમાન ખાન અને અજય દેવગન વચ્ચે સારો તાલમેલ અને દોસ્તી છે. જો કે અજયે સિકવલ માટે સલમાન ખાનનો હજુ સુધી સંપર્ક નથી કર્યો. હાલ અજય દેવગન પોતાની ફિલ્મ ‘ભોલા’ના પોસ્ટ પ્રોડકશનમાં બીઝી છે.

બીજી એ વાત પણ જાણવા મળી છે કે ‘ભોલા’ના બીજા, ત્રીજા ભાગનું ટાઈટલ ‘ભોલા’ નહીં હોય, ‘ભોલા’નો પહેલા પણ લોકેશ કનગરાજની તમિલ હિટ ‘કેશી’ની રિમેક છે. બાદમાં ભાગમાં ફિલ્મની કથાની સાથે નવા કેરેકટર પણ જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement