જમીન પર ખુલ્લામાં સુતેલા મારવાડી પ્રૌઢના માથા પર ટ્રકનું વ્હીલ ફરી વળતા કમકમાટી ભર્યું મોત

24 November 2022 12:32 PM
Ahmedabad Rajkot
  • જમીન પર ખુલ્લામાં સુતેલા મારવાડી પ્રૌઢના માથા પર ટ્રકનું વ્હીલ ફરી વળતા કમકમાટી ભર્યું મોત

♦ કુવાડવા નજીક આવેલી રાધે હોટલની ઘટના

♦ મૃતક મેઘાભાઈ ભાટી રામપર બેટીમાં તાજેતરમાં સરકારે ફાળવેલા ક્વાર્ટરમાં રહે છે, પરિવાર કચરો વીણી ગુજરાન ચલાવતો હોય, ઘરના મોભીના મોતથી ભારે કલ્પાંત

રાજકોટ, તા.24
કુવાડવા નજીક આવેલી રાધે હોટલની બહાર જમીન પર ખુલ્લામાં સુતેલા મારવાડી પ્રૌઢના માથા પર ટ્રકનું વ્હીલ ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મેઘાભાઈ લાલાભાઇ ભાટી (ઉ.વ.50) રામપર બેટીમાં તાજેતરમાં સરકારે ફાળવેલા ક્વાર્ટરમાં રહે છે, પરિવાર કચરો વીણી ગુજરાન ચલાવતો હોય, ઘરના મોભીના મોતથી ભારે કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસની ટિમ દોડી ગઈ હતી.

બનાવની વિગત મુજબ ગત સાંજે 6.30 વાગ્યા આસપાસ રાધે હોટલ ખાતે કોઈ વ્યક્તિની લાશ માથું છૂંદાઈ ગયેલી હાલતમાં પડી હોય કુવાડવા રોડ પોલીસ અને 108માં જાણ કરાઈ હતી. પોલીસે તપાસ કરતા મૃતક રામપર બેટીના રહીશ મેઘાભાઈ હોવાનું જાણવા મળેલ, જાણ થતાં પરિવારના સભ્યો પણ દોડી આવેલા.

હાજર લોકોએ જણાવ્યા મુજબ મૃતક જમીન પર ખુલ્લામાં સુતા હોય ત્યારે અહીં પાર્ક કરેલા ટ્રક ચાલકને જાણ ન હોય તે ટ્રક હંકારી ચાલ્યો ગયો હોય અને તેના ટાયરના જોટામાં મૃતકનું માથું ચગદાઈ ગયું હોવાનો અંદાજ છે.

જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કોઈને જાણ નહોતી. તેથી ટ્રક ચાલક પણ ત્યાંથી ચાલ્યો ગયો હતો. મૃતક તેમના પરીવારના સભ્યો સાથે કચરો વીણવાનું કામ કરતા હતા. તેને સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Related News

Advertisement
Advertisement
Advertisement