ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

24 November 2022 12:35 PM
Morbi Dharmik
  • ટંકારાના સરાયા ગામે બે દિવસ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મોરબી તા.24
ટંકારાના સરાયા ગામે બનાવાયેલ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.24-25 નવેમ્બરના રોજ યોજાવાનો છે.

11 કુંડી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.ટંકારાના સ્લોગન પરિવાર દ્વારા ટંકારાના સરાયા ગામે સરાયાના નેસડા રોડ ઉપર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી મહાયજ્ઞ તા.24 અને 25 નવેમ્બર યોજાશે.તા.24 ના રોજ સવારે 8 કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, સ્થાપિત દેવ પૂજન, ગ્રહશાંતિ, જલયાત્રા, પ્રસાદ, વાસ્તુ બાદ સાંજે 4 કલાકે શોભાયાત્રા, કુટીર હોમ અને ધાન્યાદિવાસ યોજવામાં આવશે બાદમાં સરાયા ખાતે સ્લોગન પોલીપેક પ્રા.લી. ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 8:30 કલાકે ભનજ સંધ્યામાં ભજનીક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા રમઝટ બોલાવશે. યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રશાંતભાઈ (મોરબી) બીરાજશે.

ધ્રુવનગર ખાતે જીવામામાનો માંડવો
ટંકારાના ધ્રુવનગર ખાતે તા.24 ના રોજ જીવામામાના મંદિરના લાભાર્થે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.જીવામામા મિત્રમંડળ દ્વારા આયોજિત આ નવરંગા માંડવામાં તા.24 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે મામાદેવનું પૂજન થશે. સાંજે 6 કલાકે ધ્રુવનગર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે 9 કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement