ધોરાજીના ડુમીયાણી પાસે ડમ્પરની હડફેટે અજાણ્યા યુવકનું મોત

24 November 2022 12:38 PM
Dhoraji Rajkot
  • ધોરાજીના ડુમીયાણી પાસે ડમ્પરની હડફેટે અજાણ્યા યુવકનું મોત

હિટ એન્ડ રનનો બનાવ

રાજકોટ,તા.24
ધોરાજીના ડુમીયાણી પાસે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં રાહદારી અજાણ્યા યુવકને ડમ્પર ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં દમ તોડયો હતો. બનાવ અંગે ઉપલેટા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવની વિગત અનુસાર ગઈ તા.21ના બપોરના સમયે ડુબીયાણીથી જેતપુર હાઈવે પર રાહદારી અજાણ્યો યુવક (ઉ.વ.35) ચાલીને જતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલા ડમ્પર નં.જીજે-14 ઝેડ-5556નાં ચાલકે યુવકને હડફેટે લેતો ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

બનાવની જાણ થતાં ડુમીયાણી ટોલ પ્લાઝાનો પેરા મેડીકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આવી વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલ, હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું હતું.બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ મથકના પી.એસ.આઈ.કે.એસ.ગરચર અને ટીમ હોસ્પિટલે દોડી ગઈ હતી અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમમાં ખસેડી મૃતકના પરીવરજનો અંગે તપાસ હાથ ધરી હતી.તેમજ ડુમીયાણી ટોલ પ્લાઝાના મેડીકલ સ્ટાફ જયભાઈની ફરીયાદ પરથી અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement