ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ : માવજીંજવાના આરોપી સામે ફરિયાદ

24 November 2022 12:40 PM
Dhoraji
  • ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ : માવજીંજવાના આરોપી સામે ફરિયાદ

રાજકોટ,તા.24
ઉપલેટા તાલુકાના ભાયાવદર પંથકની 16 વર્ષની સગીરાનું અપહરણ થતા માવજીંજવાના રહેવાસી આરોપી સુરેશ નાઢા સામે ફરિયાદ નોંધાય છે. બનાવની વિગત મુજબ, ભાયાવદર પંથકમાં રહેતી 16 વર્ષની સગીરા ઘરેથી ગુમ થઇ જતા પરિવારજનોએ સગા-સંબંધીઓ અને આડોશ પાડોશમાં તપાસ હાથ ધરી હતી.

પરંતુ સગીરા મળી ન આવતા અંતે ભાયાવદર પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન પરિવારને જાણ થઇ હતી કે માવજીંજવા ગામે રહેતો સુરેશ નાઢા સગીરાને લલચાવી-ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો છે. સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા ભાયાવદર પોલીસના પીએસઆઇ કે.પી. મેતાના માર્ગદર્શનમાં આઈપીસી કલમ 363, 366 મુજબ ગુનો દાખલ કરી પોલીસે ભોગ બનનાર અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement