જેતપુર-કંડોરણા બેઠક ઉપર પરિવર્તનની આંધી : ડી.કે.વેકરીયા તરફે લોકજુવાળ

24 November 2022 12:42 PM
Dhoraji
  • જેતપુર-કંડોરણા બેઠક ઉપર પરિવર્તનની આંધી : ડી.કે.વેકરીયા તરફે લોકજુવાળ
  • જેતપુર-કંડોરણા બેઠક ઉપર પરિવર્તનની આંધી : ડી.કે.વેકરીયા તરફે લોકજુવાળ

ગ્રામજનો-શહેરીજનો ભાજપ સરકારથી થાકી ગયા : હવે પંજો મજબુત કરશે

જેતપુર, તા. ર4
જેતપુર-જામકંડોરણા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ તરફી જેતપુરના સરળ અને કાર્યશીલ તેમજ વર્ષોથી કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક સાથે પક્ષમાં રહેલા એવા જેતપુરના ડી.કે.વેકરીયાને કોંગે્રસે ટીકીટ આપી છે. ડી.કે.વેકરીયા જેતપુર શહેર તથા બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક કરી રહ્યા છે. ત્યારે લોકોને સ્વયંભુ તેમને જીતાડવા કટીબધ્ધ થયા છે.

ડી.કે.વેકરીયાને ઠેર ઠેર લોકો વધાવી રહ્યા છે. લોકો ભાજપના એક તરફી શાસનથી હવે કંટાળીગયા છે. મોંઘવારી-પેટ્રોલથી માંડી શિક્ષણ-જીવન જરૂરીયાત વસ્તુઓના આસમાને ભાવ પહોંચ્યા છે. લોકોને જીવન જીવવું મુશ્કેલ બની ગયેલ. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની હાલત કથળતી જાય છે.

હવે શહેરીઓ, ગામડાના લોકો ભાજપની ચાલ સમજી ગયા છે. જેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપી અને પરિવર્તન સાથે લોકો કટીબધ્ધ થયા છે અને કોંગ્રેસને ફરી એક તક આપી વિજય બનાવવા માટે લોકોએ સંકલ્પ કર્યો છે.

જેતપુર-જામકંડોરણા બેઠક કોંગીના ઉમેદવાર ડી.કે.વેકરીયાને દરેક વિસ્તારોમાં ગ્રુપ મીટીંગોમાં અને મોટી સંખ્યામાં લોકો ડી.કે.વેકરીયાને સમર્થન આપી રહ્યા છે.
જેતપુર-કંડોરણાના મતદારોએ હવે નકકી કરી લીધુ છે કે ભાજપને જાકારો આપી અને પરિવર્તન લાવશું. કોંગ્રેસના ઉમેદવારને જેતપુર શહેરના દરેક વોર્ડ તથા વિસ્તારો તેમજ વેપારી વર્ગમાંથી પ્રચંડ સમર્થન મળી રહ્યો છે. કંડોરણા તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી ડી.કે.વેકરીયાને સ્વાગતથી લોકો વધાવી રહ્યાછે. ડી.કે.વેકરીયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નારા લોકો લગાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement