જુનાગઢની સરકારી ક્ધયા શાળામાં ચૂંટણી મતદાન કાર્યક્રમ યોજાયો : મતાધિકારીની અપીલ

24 November 2022 12:44 PM
Junagadh Elections 2022
  • જુનાગઢની સરકારી ક્ધયા શાળામાં ચૂંટણી મતદાન કાર્યક્રમ યોજાયો : મતાધિકારીની અપીલ

પુંઠાની મત કુટીર બનાવી મત કેમ અપાય તેની સમજ અપાઇ

જુનાગઢ, તા. 24
જુનાગઢ ગિરનાર રોડ પરની સરકારી ક્ધયા શાળા નં.4માં ધો.6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ચૂંટણી પ્રક્રિયાઓ કેવી રીતે થાય તે કામગીરી અને મતદાનનું શું મહત્વ સમજી આ અંગે જાગૃતતા ફેલાવવા માટે સ્કુલના બાળકોએ ગઇકાલે ચૂંટણી એક કુટીર બનાવીને યોજી હતી. શાળાના શિક્ષિકા મીનુબેનના જણાવ્યા મુજબ પુંઠાની કુટીર બનાવીને કઇ રીતે મતદાન કરવું, કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની સમજ આપી હતી.

વિદ્યાર્થીઓ જ ઉમેદવાર અને વિદ્યાર્થીઓ જ મતદાર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મતદાન કર્યુ હતું છાત્રાના જણાવ્યા મુજબ મતદાનએ આપણો અધિકાર છે, તમામ લોકોએ મતદાન કરવું જોઇએ જેની ગઇકાલે કેમ મતદાન કરવું તેની સમજ આપી હતી. બધા લોકો મતદાન કરે અને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી મતદાન કરવાની અપીલ કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement