કોડીનારમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: મતદાન બહિષ્કાર

24 November 2022 12:48 PM
Veraval Elections 2022
  • કોડીનારમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: મતદાન બહિષ્કાર

વારંવાર રજૂઆત છતાં પરિણામ શુભ: ચૂંટણી પંચમાં રજૂઆત

કોડીનાર,તા.24
કોડીનાર કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સહિત ત્રણ જેટલી સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ રોડ કે રસ્તા કે ગટર કે સ્ટ્રીટ લાઈટ ના કામો કરવામાં આવેલ ન હોય આ વિસ્તારમાં રહેતા લોકોએ આ પ્રાથમિક સુવિધા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં નહીં આવતા છેવટે આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચાર તો પત્ર રાજ્ય ચૂંટણી આયોગ પંચ ને મોકલી આપ્યો છે.

કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર ગોહિલ ની ખાણ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં અનેક સોસાયટીઓ બની છે આ સોસાયટીઓમાં કોડીનાર હદ વિસ્તારમાં આવતી ન હોય છતાં પણ કોડીનાર નગરપાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન નાખી આપવામાં આવેલ છે પરંતુ ગોહિલ ની ખાણ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં સિદ્ધિવિનાયક સોસાયટી સહિતની ત્રણ સોસાયટી ઓમાં છેલ્લા પાંચ વર્ષથી પાકા રસ્તા. ગટર કે સ્ટ્રીટ લાઇટની પ્રાથમિક સુવિધા ના કામો પણ કરવામાં નહીં આવતા ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો ઘરમાંથી ચાલીને પણ બહાર નીકળી ન શકે તેવા કાદવ કીચડ થઈ જાય છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયત અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત પણ ભાજપની હોય

આ વિસ્તાર ગ્રામ્ય કક્ષામાં આવતો હોય આ વિસ્તારના રહીશોએ ગોહીલની ખાણ ગ્રામ પંચાયત. કોડીનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ વારંવાર રજૂઆતો કરવા છતાં વિકાસના બણગા ફૂકતી ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ધોર ઉપેક્ષા ને કારણે લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેથી સિદ્ધિવિનાયક સોસાયટીના અગ્રણી બચુભાઈ ગોવિંદભાઈ વાળા સહિત 57 લોકોએ સંયુક્ત સહી કરેલું એક આવેદનપત્ર રાજ્ય ચૂંટણી પંચને મોકલીને આ વિસ્તારમાં લોકોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની તો ઠીક પરંતુ તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા ચીમકી ઉચારી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement