અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃતિ સાથે સંડોવાયેલા 8030 શખ્સો સામે અટકાયતી પગલા

24 November 2022 12:51 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃતિ સાથે સંડોવાયેલા 8030 શખ્સો સામે અટકાયતી પગલા

238 શખ્સોને હદપાર : 89ને પાસા તળે જેલમાં ધકેલાયા

અમરેલી, તા. 24
ભારતીય રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તથા રાજયના દરેક નાગરિક નિર્ભિયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવું સુહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા જરૂરી ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા માથાભારે ઈસમો તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા કુલ 8030 ઈસમો સામે (1) સી.આર.પી.સી. કલમ 107, 116 મુજબ કુલ ર070 (ર) સી.આર.પીસી. કલમ 109 મુજબ કુલ 4પ7 (3) સી.આર.પી.સી. કલમ 110 મુજબ કુલ 4994 (4) સી.આર.પી.સી. કલમ 1પ1 મુજબ કુલ પ09 અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે.

તેમજ જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો સામે પાસા, હદપારી તથા પ્રોહી 93 મુજબ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. જેમાં (1) પાસા-89 (ર) હદપારી-ર38 (3) પ્રોહી- 93-1086 મળી કુલ 1413 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્લામાં 94-ધારી, 95-અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા, 98-રાજુલા એમ કુલ પાંચ વિધાનસભા બેઠકોમાં આગામી તા.1/1રમાં ચૂંટણી યોજાનાર છે.

અમરેલી જિલ્લામાં સીઆરપીએફ ફાળવવામાં આવેલ છે. જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં પોલીસ સ્ટેશનનો દ્વારા ફલેગ માર્ચનો રૂટ નકકી કરી પોલીસ સ્ટેશનના અધિકારી/ પોલીસ કર્મચારી તથા સીએપીએફ સાથે રોજેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી ફલેગ માર્ચ કરવામાં આવેલ છે. પોલીસ, હોમગાર્ડ તથા સીએપીએફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement