ગીરસોમનાથ મતદાન મથક ખાતે પ્રતિબંધિત કૃત્યો અન્વયે જાહેરનામુ

24 November 2022 12:52 PM
Veraval Elections 2022
  • ગીરસોમનાથ મતદાન મથક ખાતે પ્રતિબંધિત કૃત્યો અન્વયે જાહેરનામુ

ગીરસોમનાથ,તા.24
ભારતના ચૂંટણી પંચ તરફથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરે નહીં તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મતદાનના દિવસે નીચે જણાવ્યાનુસાર પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર મતદાન મથકની જગ્યાથી હદથી 200 મીટર સુધીના અંતરમાં રાજકીય પક્ષો તથા હરીફ ઉમેદવારો દ્વારા કેમ્પ ઉભા કરવા નહીં અને 200 મીટર દૂર ઉમેદવાર દ્વારા ઉભા કરવામાં આવેલા બૂથ પરથી જે કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઈપણ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઈ લખાણ ન હોવું જોઈએ. લખાણ હોય તે પ્રવેશી શકશે નહીં.

મથકની 200 મીટરની હદમાં લાઉડસ્પીકર, પેજર, કોર્ડલેસ ફોન, સેલ્યુલર ફોન કે વાયરલેસ લઈ પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં પ્રચારનું સાહિત્ય, બેનર, પોસ્ટર કટ આઉટ વગેરે રાખી શકશે નહીં. મતદાન મથકે મતદાન ચાલતું હોય એ દરમિયાન કોઈ વ્યક્તિને ત્રાસ થાય કે અધિકારીઓના કાર્યમાં દખલ પડે તેવું કૃત્ય કરવું નહીં. મતદાન મથકથી 100 મીટરના અંતરમાં મતદારને ધાકધમકી, મત ન આપવા સમજાવવો, મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી જેવા કૃત્યો કરવા પર ફોજદારી અધિનિયમની કલમ-188 અનુસાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા સુધી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં અમલ રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement