અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારની બાળા સાથે શારીરિક અડપલા કરનાર આરોપી ઝડપાયો

24 November 2022 12:55 PM
Amreli Crime
  • અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારની બાળા સાથે શારીરિક અડપલા કરનાર આરોપી ઝડપાયો

અમરેલી, તા. 24
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આઠ વર્ષની બાળ પર જાતિય હુમલો અને સતામણી કરી, અડપલા કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી અરવિંદભાઈ સ./ઓ. મેળજીભાઈ રણછોડભાઈ શિરોયા (ઉ.વ. 51) ધંધો મંજુરી, રહે. મોટા માંડવડાની અટકાત કરવામાં આવી છે.

આ કામનાં આરોપીએ એક બાળાને માછલી આપવાનાં બહાને લલચાવી ફોસલાવી પોતાના ઘરે બોલાવી ભોગ બનનાર પર જાતિય હુમલો અને સતામણી કરી, શારીરિક અડપલા કરી કરેલ હતા. આ કામગીરીમાં અમરેલી જિલ્લાનાં પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.બી. લકકડ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ જોડાયેલ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement