ચોટીલાના સ્મશાનમાંથી 20 બોટલ દારૂ પકડાયો

24 November 2022 01:53 PM
Surendaranagar Crime
  • ચોટીલાના સ્મશાનમાંથી 20 બોટલ દારૂ પકડાયો

વઢવાણ, તા. 24
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ જાણે સુરેન્દ્રનગર જિલ્લો અને તેનું તાલુકા મથક ઇંગ્લિશ દારૂનું હબ બની ગયું હોય તેવા પ્રકારના બનાવો આજે સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ દારૂ વેચાતો હોવાનું પણ પુરવાર થઈ રહ્યું છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે સ્મસાનમાં દારૂ વેચાતો હોવાની બાતમી પોલીસને મળી હતી ત્યારે પોલીસ તાત્કાલિક અસરે ત્યાં તપાસ માટે પહોંચી હતી. ત્યારે આ જગ્યા ઉપરથી કાંટાની વાડમાં પ્લાસ્ટિકની થેલીમાં વીટાડી અને ઇંગ્લિશ દારૂ વેચાતું હોવાનું ખોલવા પામ્યું છે.

ત્યારે પ્લાસ્ટિકની થેલીમાંથી 20 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે અને જેની કિંમત હાલમાં 6000 રૂપિયા જેટલી થવા જાય છે ત્યારે આ દારૂનો જથ્થો કબજે કરી અને આરોપી તરીકે અનિરૂદ્ધસિંહ ખાચરનું નામ ખોલવા પામ્યું છે પરંતુ આરોપી ઝડપાયો ન હોવાનું પોલીસ સૂત્ર જણાવી રહી છે ત્યારે અનિરૂદ્ધસિંહ ખાચરને ઝડપી પાડવા ચોટીલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ચોટીલા સ્મશાનમાં આ દારૂનું વેચાણ ખાનગી રાયે થતું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે ત્યારે આગળની કાર્યવાહી ચોટીલા પોલીસે હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement