ચોટીલા નજીક કાર પલ્ટી જતા છ વ્યકિતઓ ઘાયલ

24 November 2022 01:54 PM
Surendaranagar
  • ચોટીલા નજીક કાર પલ્ટી જતા છ વ્યકિતઓ ઘાયલ

અકસ્માતનાં પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર4
સાયલા થી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી જતા કારમાં સવાર 6 લોકો ઇજા થવા પામી હતી. આ અકસ્માતના બનાવને પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો.

કાર પલટી જતા મહિલા તેમજ બાળકીને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે ખસેડવા પડયા હતા.

108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લાઠીદડ થી તમામ લોકો ચોટીલા કાર લઈ દર્શને જતા હતા જે દરમિયાન સાયલા ચોટીલા હાઇવે પર ગોસળ પાસે બનાવ બનવા પામ્યો હતો એક મહિલા તેમજ બાળકીને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોના નામ
અશોક પરસોતમ પુરાણી, કમળાબેન પરસોતમભાઈ પુરાણી, સોનલબેન અશોકભાઈ પુરાણી, ખુશી અશોકભાઈ પુરાણી, રાહુલ અશોકભાઈ પુરાણી, આર્યન દિલીપભાઈ પુરાણી.


Advertisement
Advertisement
Advertisement