મોરબીના પ્રેમપ્રકરણમાં યુવાનને ઘરેથી ઉપાડી જઈને હુમલો

24 November 2022 01:56 PM
Surendaranagar Crime
  • મોરબીના પ્રેમપ્રકરણમાં યુવાનને ઘરેથી ઉપાડી જઈને હુમલો

યુવતીના ભાઈ સહિત બે શખ્સે છરી મારી દીધી: યુવકને ગંભીર ઈજા સાથે સારવાર માટે રાજકોટ ખસેડાયો

મોરબી તા.24
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઘરેથી ઉઠાવી જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો અને છરી વડે પડખા અને સાથળના ભાગે ઇજા પહોંચાડવામાં આવતા હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું અને યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હોય યુવતીના ભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.

જીવલેણ હુમલાના ઉપરોક્ત બનાવની વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા રવિભાઇ સવજીભાઈ ખાખરીયા નામના 29 વર્ષના યુવાનને તેના ઘરેથી લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો તેમજ પડખા અને પગના ભાગે છરી જીંકી દેવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું અને બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં રાજકોટ ખસેડાયેલા રવિ ખાખરીયાએ હોસ્પિટલના બીછાનેથી આપેલ કેફિયત મુજબ તેના ઉપર વિજય અને હિતલા નામના બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને વધુમાં તેણે જણાવ્યા પ્રમાણે વિજયના બહેન સાથે પોતાને પ્રેમ સંબંધ હોય તે વાતને લઈને ઉપરોક્ત હુમલો કરવામાં આવ્યો છે.

બાદમાં બનાવ સંદર્ભે તપાસ અધિકારી વશરામભાઈ મેતા સાથે વાત કરવામાં આવતા ખુલ્યું હતું કે મોરબીના શકત શનાળા પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા વિજય હકાભાઇ કોળી નામના યુવાનની બહેન પોતાના સંતાન સાથે ભોગ બનેલ રવિ ખાખરીયાની સાથે રહેતી હોય અને રવિ તેણીનું ભરણપોષણ કરતો હોય તે વાત વિજયને પસંદ ન હોય વિજયે રવિને પોતાની બહેનને સાથે ન રાખવા માટે કહ્યું હતું અને તે વાતને લઈને ઝઘડો થયો હોય વિજય કોળી અને કાલિકા પ્લોટમાં રહેતા હિતેશ પ્રવીણ ઓડ નામના બે શખ્સોએ રવિને તેના ઘરેથી લઈ જઈને બાદમાં માર માર્યો હતો અને તે દરમિયાન વિજય કોળી દ્વારા રવિ ખાખરીયાને બગલના ભાગે તેમજ સાથળના ભાગે છરી મારવામાં આવી હોય હાલ તેને રાજકોટ ખસેડાયો છે.

વાહન અકસ્માતમાં ઈજા
ઉત્તરપ્રદેશના ન્યાયપુર વિસ્તારના રહેવાથી રાજેન્દ્રકુમાર સોહનલાલ ચોબાર નામના 26 વર્ષના યુવાનને ગત તા.20 ના અંદાજે નવેક વાગ્યાના અરસામાં મોરબીના અંદરણા-નીચી માંડલ વચ્ચે હળવદ રોડ ઉપર આવેલ સોનેક્ષ વિટ્રીફાઇડના ગેઇટ પાસે પગપાળા જતા સમયે અજાણી કારના ચાલક દ્વારા હડફેટ લેવામાં આવતા ઇજાગ્રસ્ત રાજેન્દ્ર ચોબારને સારવાર માટે ખસેડાયો હતો. મોરબીમાં શનાળા રોડ જીઆઇડીસીની પાછળ આવેલ બુટાણીની વાળી વિસ્તારમાં રહેતો દિનેશ નવઘણભાઈ પરમાર નામનો 35 વર્ષનો યુવાન વાઘપરા વિસ્તારમાં કડિયા કામ કરતો હતો તે દરમિયાન પહેલા માળેથી નીચે પડી જતા ઇજાઓ થતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા આશિયાનાબેન અબ્દુલભાઈ મકરાણી નામની 28 વર્ષીય મહિલાને સારવારમાં ખસેડાઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement