મોરબી પુલ દુર્ઘટના : મૃતકોના પરિવારને અપાયેલ વળતર અત્યંત ઓછુ : હાઈકોર્ટ

24 November 2022 02:20 PM
Morbi Gujarat Rajkot
  • મોરબી પુલ દુર્ઘટના : મૃતકોના પરિવારને અપાયેલ વળતર અત્યંત ઓછુ : હાઈકોર્ટ

♦ દુર્ઘટનામાં દિવંગત થયેલા સાત બાળકોના પરિવારને કુલ રૂા. 37 લાખ મળશે : સરકાર

♦ વળતરની રકમ વધારવા રાજ્ય સરકારને સૂચના : સુપ્રિમ કોર્ટમાં પણ પ્રત્યેક મૃતકના પરિવારને રૂા. 25 લાખ સુધીનું વળતર ચૂકવવા વધુ એક અરજી

રાજકોટ,તા. 24
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરુ થઇ છે અને ખાસ કરીને હાઈકોર્ટે મૃતકોના પરિવારને જે વળતર મળ્યું છે તેનાથી અત્યંત નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે હાલના સમયની સ્થિતિ ઓછું આ પરિવારોને વધુ વળતર આપવું જોઇએ.

એકતરફ સર્વોચ્ચ અદાલતે બે દિવસ પહેલા જ આ પુલ દુર્ઘટના અંગે હાઈકોર્ટ સમક્ષ જવા જણાવ્યું હતું અને સર્વગ્રાહી મુદ્દાઓ આવરી લેવા પણ હાઈકોર્ટને સૂચના આપી હતી તો બીજી તરફ આજે ગુજરાત હાઈકોર્ટે પ્રથમ તબકકે પીડીતોના વળતરનો મુદ્દો ઉપાડ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દુર્ઘટનામાં જે સાત બાળકો મૃત્યુ પામ્યા છે તેના પરિવારને 37 લાખનું વળતર મળશે પરંતુ હાઇકોર્ટે જણાવ્યું કે વર્તમાન સમય જોતા આ રકમ ઓછી છે અને તેથી રાજ્ય સરકારે તેના પર ખાસ વિચારણા કરવી જોઇએ. બીજી તરફ મૃતકો તરફથી પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે સહાયતા આપવામાં આવી છે તેમાં વધારો કરવાની માગણી કરી હતી.

હવે ગુજરાત સરકાર તેના પર આખરી નિર્ણય લેશે. બીજી તરફ મોરબી પુલ દુર્ઘટના માટે ફરી એક વખત સુપ્રિમ કોર્ટમાં અરજી થઇછે અને પ્રત્યેક મૃતકના પરિવારને રૂા. 25 લાખનાવળતરની માગણી કરવામાં આવી છે. જો કે હાઈકોર્ટે આ મુદ્દો હાથમાં લેતા સુપ્રિમ કોર્ટ તાત્કાલીક ધોરણે સુનાવણી કરે તેવી શક્યતા નથી અને રાજ્ય સરકાર પણ હાલની સ્થિતિ જોતા આગામી સમયમાં વળતર વધારવાની ખાતરી આપશે તેવુ માનવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement