અમેરિકા જવા માટે વધુ રાહ જોવી પડશે : વીઝા ઇન્ટરવ્યુ માટે 1000 દિવસની કતાર

24 November 2022 02:31 PM
India World
  • અમેરિકા જવા માટે વધુ રાહ જોવી પડશે : વીઝા ઇન્ટરવ્યુ માટે 1000 દિવસની કતાર

નવી દિલ્હી,તા.24
અમેરિકા જવા ઇચ્છતા અને વીઝીટર વિઝા માટે અરજી કરનારને હજુ ઓછામાં ઓછા ત્રણ વર્ષ રાહ જોવી પડશે. બિઝનેસ વિઝા બી-1 અને ટુરીસ્ટ વિઝા-બી2 માટે જે ભારતીયોએ અરજી કરી છે તેને ઇન્ટરવ્યુ 1000 દિવસ પછી મળે તેવા સંકેત છે.

અમેરિકી વિદેશ વિભાગની વેબસાઈટમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકી વિદેશ વિભાગને વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા તાકીદ કરાઈ હતી અને વધુ સ્ટાફ મુકીને ઓછામાં છથી આઠ મહિનામાં અમેરિકી વિઝા મળી જાય તે જોવા જણાવ્યું હતું.

પરંતુ હજુસુધી કોઇ મોટો ફેરફાર થયો નથી. મુંબઈની અમેરિકી કોન્સીલેટમાં 999 દિવસનું વેઇટીંગ, હૈદરાબાદમાં 994 દિવ, દિલ્હીમાં 961 દિવસ, ચેન્નાઇમાં 948 દિવસ અને કોલકાતામાં 904 દિવસનું વેઇટીંગ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement