વીજદર નિર્ધારિત કરવા માટે ત્રણ માસમાં નિયમ બનાવો :સુપ્રિમ

24 November 2022 02:32 PM
India
  • વીજદર નિર્ધારિત કરવા માટે ત્રણ માસમાં નિયમ બનાવો :સુપ્રિમ

દેશના વીજ ગ્રાહકો માટે સસ્તી વીજળી ઉપલબ્ધ બનાવવા એક મોડલ જરૂરી

નવી દિલ્હી,તા. 24
દેશના રાજ્યો વચ્ચે વીજદરોમાં સર્જાયેલી અસમાનતા અંગે સુપ્રિમ કોર્ટે આકરું વલણ લેતા તમામ રાજ્યોના વિદ્યુત નિયમન ઓથોરિટીને ત્રણ માસમાં વીજ ઉત્પાદન માટેનો ખર્ચ ઘટાડીને કઇ રીતે ગ્રાહકોને લાભ આપી શકાય તેનું એક મોડલ બનાવવા જણાવ્યું છે.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે વીજ દરો નિશ્ચિત કરતા સમયે વિદ્યુત અધિનિયમની ધારા 61ના સિધ્ધાંતોને ધ્યાનમાં રાખવાનો રહેશે જેમાં રાષ્ટ્રીય વિદ્યુત નીતિ અને રાષ્ટ્રીયટેરિફ નીતિ પણ સામેલ છે. અને ફક્ત રાજ્યો પોતાના જે કાંઇ ખાસ જોગવાઈ હોય તેને ધ્યાનમાં લઇ શકશે.

મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ડી.વાય. ચંદ્રચૂડની ખંડપીઠેજણાવ્યુંકે વીજ રેગ્યુલેશન માટે રાષ્ટ્રીય ઓથોરિટી હોવા છતા પણ જે રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વીજદર છે અને તેમાં મોટી અસમાનતા છે તેમાં ગ્રાહકોને મોટો ફટકો પડે છે તેથી ઓછી લાગતના ઉત્પાદન ઉપરાંત વિતરણ અને વપરાશ તમામ માટે એક રાષ્ટ્રીય મોડલ બનાવવું જરુરી છે અને આ માટે ત્રણ માસમાં એક મોડલ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કરવાનું રહેશે.


Related News

Advertisement
Advertisement
Advertisement