ચીનમાં ફરી કોરોના બેકાબૂ: રેકોર્ડબ્રેક કેસ

24 November 2022 02:40 PM
India World
  • ચીનમાં ફરી કોરોના બેકાબૂ: રેકોર્ડબ્રેક કેસ

એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 31454 કેસ નોંધાયા: ઝોંગઝોઉમાં લોકડાઉન

બીજીંગ તા.24
સમગ્ર વિશ્વને કોરોનાના ભરડામાં ધકેલનાર ચીનમાં ફરી એક વખત મહામારી બેકાબૂ બનવા લાગી હોય તેમ નવા સંક્રમીત કેસોની સંખ્યા રેકોર્ડસ્તરે પહોંચી છે. એક જ દિવસમાં 31454 કેસો નોંધાયા હતા. તેને પગલે નવા ભાગોમાં લોકડાઉન સહિતના કદમ ઉઠાવાતા લોકોમાં ગુસ્સો-આક્રોશ ફાટી નીકળ્યા હતા.

ચીનના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે કોરોનાના પ્રારંભીક કાળથી અત્યાર સુધીના સમયગાળામાં આજે સૌથી વધુ 31454 કેસ નોંધાયા હતા તેમાં 27517 સંક્રમીતોમાં કોઈ જાતના લક્ષણો ન હતા. એક વ્યક્તિનુ મોત નિપજયુ હતું. પાટનગર બીજીંગમાં 509 લક્ષણ ધરાવતા તથા 1139 લક્ષણ વિનાના સંક્રમીતો નોંધાયા હતા. આગલા દિવસે સંખ્યા અનુક્રમે 388 તથા 1098ની હતી.

ચીનમાં કોરોનાએ માથુ ઉંચકતા તથા સૌથી મોટી આઈફોન ફેકટરી ધરાવતા શહેર ઝોંગઝોઉમાં બેફામ સંક્રમણને પગલે પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારો 29 નવેમ્બર સુધી લોકડાઉનના નિયંત્રણો હેઠળ રહેશે. શહેરમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા હતા તે આગલા દિવસે 813 હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝીરો કોવિડ નીતિ હેઠળ ચીન ધડાધડ કોરોના નિયંત્રણો લાગુ કરે છે.

કોરોના લોકડાઉન તથા નિયંત્રણોને પગલે લોકોમાં ભારે નારાજગી હતી. એપલ આઈફોન ફેકટરીના કર્મચારીઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement