બિસલેરી હવે ટાટાની થશે: 7 હજાર કરોડમાં ટુંક સમયમાં ડીલ થશે

24 November 2022 02:47 PM
India
  • બિસલેરી હવે ટાટાની થશે: 7 હજાર કરોડમાં ટુંક સમયમાં ડીલ થશે

પેકેજડ વોટર બોટલ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનાર બિસલેરીને ખરીદવા 2 વર્ષથી વાત ચાલતી હતી

નવી દિલ્હી તા.24
પેકડ વોટરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર જાણીતી બ્રાન્ડ બિસલેરીને ખરીદવાની ટાટા કન્ઝયુમરે તૈયારી કરી લીધી છે અને 7000 હજાર કરોડ રૂપિયામા ડીલ થવાની શકયતા છે.

પેકડ પાણીની બોટલના ક્ષેત્રમાં દેશની દિગ્ગજ બ્રાન્ડ ટાટા ખરીદી શકે છે. માનવામાં આવે છે કે ટાટાની એફએમસીજી કંપની ટાટા કન્ઝયુમર પ્રોડકટસ લીમીટેડ લગભગ 7000 કરોડ રૂપિયામાં બિસલેરી બ્રાન્ડ ખરીદવાની તૈયારીમાં છે.

અહેવાલો મુજબ બિસલેરીના પ્રોમોટર્સની સાથે કંપનીને ખરીદવા માટે લગભગ બે વર્ષથી વાતચીત ચાલી રહી હતી અને આ ડીલ પર ટુંક સમયમાં મહોર લાગવાની સંભાવના છે.


Related News

Advertisement
Advertisement
Advertisement