અનુષ્કા અને વિરાટે સમુદ્ર તટે ખરીદયું કરોડોની કિંમતનું વિલા

24 November 2022 02:50 PM
Entertainment India Sports
  • અનુષ્કા અને વિરાટે સમુદ્ર તટે ખરીદયું કરોડોની કિંમતનું વિલા

મુંબઈ: બોલિવુડ એકટ્રેસ અને પ્રોડયુસર અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી ભાડાના ઘરમાં શિફટ થયા છે, બીજી બાજુ તેમણે એક નવું વિલા પણ ખરીદયું છે, જોકે હજુ તે તૈયાર નથી થયું.

સૂત્રો અનુસાર વિરાટે જૂહુમાં 1650 સ્કવેર ફિટના ફલેટ માટે 7.50 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. જયારે મહિનાનું ભાડુ 2.76 લાખ રૂપિયા છે. આ ફલેટની ખાસ વાત એ છે કે તે સી વ્યુ છે એટલે કે સમુદ્રનો નજારો સરળતાથી જોઈ શકાય છે. વિરાટ-અનુષ્કાએ જે ફલેટ ભાડે લીધો છે તે પૂર્વ ક્રિકેટર સમરજીતસિંહ ગાયકવાડનો છે, જે વડોદરાના શાહી પરિવારના વંશજ પણ છે.

બીજી બાજુ વિરાટ- અનુષ્કાએ અલીબાગના એક ગામ કોરોના દરમિયાન કેટલોક સમય વીતાવ્યો હતો. આ જગ્યા તેમને એટલી પસંદ આવી ગઈ હતી અહીં તેમનું ખાસ કનેકશન બની ગયું હતું. એટલે કોહલીએ એક આલિશાન વિલા ખરીદયું છે.

આ લકઝરિયસ વિલાની કિંમત 10.5 કરોડથી 13 કરોડની વચ્ચે છે. હાલ આ વિલાનું ડેકોરેશનનું કામ ચાલુ છે. આ વિલામાં ચાર બેડરૂમ, ચાર બાથરૂમ, પ્રાઈવેટ પુલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement