હોલિવુડ બાદ હવે આલિયા જાપાની ફિલ્મમાં કામ કરવા ઉત્સુક

24 November 2022 02:53 PM
Entertainment India World
  • હોલિવુડ બાદ હવે આલિયા જાપાની ફિલ્મમાં કામ કરવા ઉત્સુક

મેં મારી જાતને હંમેશા એવી જગ્યાએ રાખી છે જે પડકારજનક હોય: આલિયા

મુંબઇ,તા.24
એકટ્રેસ આલિયા ભટ્ટની ગણતરી બોલિવુડની ટોપ એકટ્રેસમાં થાય છે. હવે ટુંક સમયમાં આલિયા હોલિવુડમાં પણ ડેબ્યુ કરનાર છે. તે ફિલ્મ "હાર્ટ ઓફ સ્ટોન” હોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. કેટલાક સમય પહેલા મા બની ચુકેલી આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું જેટલું થઇ શકે એટલું વધુને વધુ એરિયા એકસપ્લોર કરી રહી છું.

મારા લિસ્ટમાં માત્ર હોલિવુડને માર્ક કરવાનું નથી. આ સાથે આલિયાએ જાપાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત અન્ય ફિલ્મ ઉદ્યોગોમાં પણ કામ કરવાની ઇચ્છા પણ શેર કરી છે. આલિયાએ આ બાબતે કહયું હતું કે, આ માત્ર કોઇ હોલિવુડ ફિલ્મ કરવી કે કોઇપણ પ્રકારના ફિકસ કન્ટેન્ટને કરવાનું નથી.

મેં મારી જાતને હંમેશા એ જગ્યાએ મુકી છે જે પડકારજનક છે. એક નવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની મારી હંમેશાથી ઇચ્છા રહી છે. હું હવે પછી મારી પહેલી જાપાની ફિલ્મમાં પણ કામ કરીશ, જો મને ખબર હોત કે જાપાની ભાષા કેવી રીતે બોલાય છે.

ઉલ્લેખનીય છે કે, આલિયા હાલ મેટરનિટી લિવ પર છે. આ લિવ પૂરી થયા બાદ તે "રોકી ઔર રાની કી કહાની” બાકી શૂટીંગ પુરું કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement