લંડન સ્થિત સમાજ સેવીકાનું મહાનુભાવોના હસ્તે સન્માન

24 November 2022 03:04 PM
Jamnagar
  • લંડન સ્થિત સમાજ સેવીકાનું મહાનુભાવોના હસ્તે સન્માન

જામનગર તેમજ ખંભાળીયા તાલુકાના મોટા આંબલા , કજુરડા વિસ્તારમાં પશુઓ માટે પાણીના અવેડા, ઘાસચારો, જરૂરીયાતમંદોને અનાજ-ભોજન, ગરબીની બાળાઓને લ્હાણી, શાળાના બાળકોને ગણવેશ વગેરે જેવી અનેક વિધ પ્રવૃતિ કરનાર હાલારી વિશા ઓશવાળ સમાજના ગામ મોટા આંબલા હાલ લંડન સ્થિત દાતા અને સમાજ સેવીકા ભારતીબેન ઝવેરચંદ ગોસરાણી દ્વારા જામનગરમાં ન્યુજેલ રોડ પર વઝીરપરા ગરબી ચોકમાં બાલકૃષ્ણ રાજયગુરૂની ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે વઝીરપરા ગરબી ચોક વિસ્તારના બહેનો તેમજ કાર્યકારોએ તલવાર, ત્રિશુલ, શાલ, સ્મૃતિચિહન આપી તેમજ મોટી હવેલીના રસાગર રાજયજી મહોદય, ખીજડા મંદિરના લક્ષ્મણ મહારાજ, ભાજપના કાર્યકરો રીટાબેન જોગઠીયા, મનિષાબેન ઠુમર, કાર્યકર મહાવીરસિંહ જાડેજા, તેમજ મુંબઈ- ભીવંડીથી પધારેલા ઓશવાળ સમાજના મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીબેન ગોસરાણી દ્વારા તેમના માતા-પિતાની સ્મૃતિમાં ખંભાળીયા તાલુકાના મોટા આંબલા અને કજુરડામાં આશાપુરા માતાજીના બે ભવ્ય મંદિરોના નિર્માણ કરેલા છે અને હાલમાં મોટા આંબલા ગામે ભગવાનશ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહયુ છે, આ મંદિરમાં ભગવાનશ્રી રામ, લક્ષ્મણ, સીતાજી, હનુમાન, ગણપતીજી વગેરેની મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે નજીકના દિવસોમાં મહોત્સવનું આયોજન કરવા તૈયારી ચાલી રહી છે તેમ વજીરપરા મહિલા મંડળ પ્રમુખ મનીષાબેન સોલંકીએ યાદીમાં જણાવ્યુ હતુ.


Advertisement
Advertisement
Advertisement