ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા

24 November 2022 03:58 PM
Rajkot Elections 2022 Politics
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા
  • ભાજપની અકલ્પનીય જીત નિશ્ચિત: કોંગ્રેસ ઠેકાણા વગરની: ‘આપ’ ક્યાંય પીક્ચરમાં જ નથી: સંબિત પાત્રા

♦ કોંગ્રેસે હંમેશા ચૂંટણી વખતે ધર્મ-જાતિ આધારિત માહોલ જ ઉભો કર્યો છે, ભાજપ વિકાસકામોનો માહોલ ઉભો કરી મેદાને ઉતર્યો છે એટલે જીત મળવાની જ છે: અમે ગરીબોને જે ફ્રી આપીએ છીએ તેનો ઢંઢેરો નથી પીટતાં, આપ્યા પહેલાં ક્યારેય જાહેરાત પણ નથી કરતાં

♦ ‘આપ’ ઈચ્છે કે અમે તેની ચર્ચા કરીએ પરંતુ તેની જરૂર જ નથી કેમ કે તેણે પહેલાં લોકોના દિલમાં જગ્યા કરવી પડશે પછી તેને ગુજરાતમાં સ્થાન મળશે: એક પક્ષ (આમ આદમી પાર્ટી) નેશનલ પાર્ટી બનવા માટે મહેનત કરે છે તો બીજો પક્ષ (કોંગ્રેસ) પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ મેદાને

♦ જ્યાં જીતવાની આશા વધુ હોય ત્યાં ટિકિટ મેળવનારા લોકોની સંખ્યા પણ વધુ રહેવાની જ છે અને તેમાં બળવો થવો સ્વાભાવિક છે: કોંગ્રેસમાંથી એવા લોકોને જ લેવાયા છે જે પક્ષને પરિવાર માને છે, પરિવારને પક્ષ નહીં: જેમનામાં નેતૃત્વ કરવાની-નીતિ જાળવવાની ક્ષમતા હશે તેનું ભાજપમાં સ્વાગત

♦ ખુદ ગાંધીજીએ સાવરકરને ‘વીર’ ગણાવી દીધા છે ત્યારે રાહુલ ગાંધી કે તુષાર ગાંધીનું નિવેદન કોઈ મહત્ત્વ ધરાવતું નથી: નોર્થ-ઇસ્ટ, દક્ષિણનાં જે રાજ્યમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’નું બોર્ડ લાગતું ત્યાં અત્યારે ‘વેલકમ’નું બોર્ડ જોવા મળે છે: ભાજપના ‘ફાયરબ્રાન્ડ’ રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

રાજકોટ, તા.24
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના એક-એક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવવા તેમજ ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે ત્યારે આવા જ એક ‘ફાયરબ્રાન્ડ’ નેતા એવા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ‘સાંજ સમાચાર’ની મુલાકાત લઈને ગુજરાતમાં ભાજપની તરફેણમાં કેવો માહોલ છે તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની શું સ્થિતિ છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

સંબિત પાત્રાએ દૃઢતા સાથે જણાવ્યું કે ભાજપની આ વખતે અકલ્પનીય જીત થવી નિશ્ચિત છે. ગુજરાત જ નહીં બલ્કે અત્યારે એક પણ રાજ્યમાં કોંગ્રેસના કોઈ જ ઠેકાણા નથી એટલા માટે આ વખતે તેનો કારમો પરાજય થવાનો છે. જ્યારે આમ આદમી પાર્ટી હજુ ગુજરાતની અંદર ક્યાંય પણ પીક્ચરમાં જોવા મળી રહી નથી.

સંબિત પાત્રાએ વાતચીતમાં આગળ જણાવ્યું કે ભૂતકાળમાં જે-જે રાજ્યોમાં ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસ દ્વારા જાતિ-ધર્મ આધારિત માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ માહોલને સદંતર પલટાવી નાખીને જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ત્યાં જાતિ-ધર્મ નહીં બલ્કે વિકાસ આધારિત માહોલ ઉભો કરી દીધો છે તેનો જ ફાયદો અત્યારે દરેક રાજ્યમાં ભાજપને જોવા મળી રહ્યો છે.

વિકાસનો વિમર્શ પણ નફાકારક હોય છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સાબિત કરી બતાવ્યું છે. જો કે આ પરિવર્તન લાવવામાં પક્ષે ઘણી જ મહેનત કરવી પડી છે પરંતુ તેમાં સંતોષ મળ્યો છે તેનો અમને પૂરો સંતોષ છે અને આવનારા સમયમાં પણ ભાજપ વિકાસની રાજનીતિને લઈને જ મેદાનમાં ઉતરશે. અત્યારે ભલે તમીલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ કે દિલ્હીમાં અમારી સરકાર ન હોય પરંતુ ત્યાંનો વોટશેયર ઘણો બધો વધી ગયો છે. 2014 પછી અત્યારે 18 રાજ્યોમાં ભાજપની અથવા તો એનડીએની સરકાર શાસનમાં છે. એકંદરે જે રાજ્યમાં ભાજપ માટે ‘ઓ-એન્ટ્રી’ના બોર્ડ જોવા મળી રહ્યા હતા ત્યાં અત્યારે ‘વેલકમ’નું બોર્ડ લાગી ગયું છે. ભાજપ અત્યારે ગુજરાતમાં આ જ રણનીતિ સાથે આગળ વધી રહ્યો છે.

રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ વધુમાં એમ પણ જણાવ્યું કે ચૂંટણી લડવી એક અલગ બાબત છે અને ખાલી દેકારો જ કર્યે રાખવો અલગ વાત છે. આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં માત્ર દેકારો જ કરી રહી છે અને અહીં અમારો મુખ્ય મુકાબલો કોંગ્રેસ સામે જ છે. એકંદરે અત્યારે કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તો આમ આદમી પાર્ટી માત્રને માત્ર નેશનલ પાર્ટી બનવાના ઈરાદા સાથે જ ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાવિહોણી છે ત્યારે તેના વિરુદ્ધનો જુવાળ દિવસેને દિવસે વધતો જ જોવા મળી રહ્યો છે જે આ ચૂંટણીમાંપણ જોવા મળવાનો જ છે.

‘મફત રેવડી’ અંગે નિવેદન આપતાં સંબિત પાત્રાએ કહ્યું કે ભાજપ જે પણ વસ્તુ ફ્રીમાં આપે છે તેના ગરીબોનું ભલું જ થયું છે. અમે ફ્રી આપવા મુદ્દે ક્યારેય દેકારો નથી કરતા અને ફ્રી આપતાં પહેલાં ક્યારેય તેની જાહેરાત કરતા નથી. કોરોનાકાળમાં ગુજરાતની અંદર ભાજપે 71 લાખ પરિવારોને મફત રાશન આપ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી છે કે અમે ગુજરાતમાંતેની ચર્ચા કરીએ પરંતુ પહેલાં તેણે લોકોના દિલમાં જગ્યા બનાવવી પડશે પછી જ તે અમારા માટે ચર્ચાને લાયક બનશે.

બીજી બાજુ કોંગ્રેસમાંથી નેતાઓને લેવામાં આવી રહ્યા છે અને તેમને ટિકિટ પણ અપાઈ રહી છે ત્યારે ભાજપના જ નેતાઓમાં થઈ રહેલા બળવા વિશે સંબિત પાત્રાએ જણાવ્યું કે જ્યાં જ્યાં જીતવાની વધુ આશા જણાતી હોય ત્યાં ત્યાં ટિકિટના દાવેદારો વધુ જ હોય છે પરંતુ પક્ષ હંમેશા નેતૃત્વક્ષમતા, નીતિ જાળવી રાખવાની ક્ષમતા ધરાવતાં અને સમાજમાં જેનો સ્વીકાર હોય તેવા વ્યક્તિને ટિકિટ આપવામાં માને છે. ગુજરાતમાં જ બળવો થયો છે તેવું નથી બલ્કે ઉત્તરાખંડમાં પણ આવું થયું હતું પરંતુ અંતે ભાજપે ત્યાં સરકાર બનાવી જ હતી.

રાહુલ ગાંધી તેમજ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા વીર સાવરકરને લઈને આપવામાં આવેલા નિવેદન અંગે પાત્રાએ કહ્યું કે ગાંધીજીએ લેખિતમાં સાવરકરને ‘વીર’ ગણાવી દીધા છે ત્યારે રાહુલ કે તુષાર ગાંધીના નિવેદનનો કોઈ જ મતલબ રહેતો નથી. ભાજપ આ વિશે વાતો કરીને પોતાનો સમય વેડફવા માંગતો નથી.

ઑરિસ્સા અને સુરતનું કનેક્શન જૂનું: પહેલાં ત્યાંના લોકો ગુજરાત આવતાં ડરતાં હવે રહેવા માટે તલપાપડ હોય છે
મુળ ઓરિસ્સાના રહેવાસી એવા સંબિત પાત્રાએ જણાવ્યું કે ઑરિસ્સા અને સુરતનું કનેક્શન અત્યંત જૂનું છે. 1995 પહેલાં ત્યાંના લોકો સુરત કે ગુજરાતમાં રહેવા આવવું હોય તો સો વાર વિચાર કરતા હતા પરંતુ જ્યારથી મોદી સરકારનું શાસન આવ્યું છે ત્યારથી ઓરિસ્સાના લોકો સુરત-ગુજરાતમાં આવીને રહેવા માંગે છે. આ જ મોદીની સફળતાનો ઉત્તમ નમૂનો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement