ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડનો વોર્ડનં-5માં વ્યાપક લોકસંપર્ક

24 November 2022 04:30 PM
Rajkot Elections 2022 Politics
  • ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડનો વોર્ડનં-5માં વ્યાપક લોકસંપર્ક

ઉદયભાઈને મતદારો તરફથી મળી રહેલ પ્રચંડ પ્રતિસાદ

રાજકોટ : રાજકોટ-68 વિધાનસભા બેઠકનાભાજપના ઉમેદવાર ઉદયભાઈકાનગડ દ્વારા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વોર્ડ નંબર-5 ના વિવિધ વિસ્તારોનો વ્યાપક લોકસંપર્ક હાથ ધર્યો હતો.

ઉદયભાઈકાનગડને મતદારો તરફથીપ્રચંડ પ્રતિસાદ મળી રહેલ છે. મતદારો બહેનો દ્વારા ઘણી જગ્યાએ તેમને કુમ કુમ તિલક કરીને આવકારેલ છે અને મીઠું મો પણ કરાવે છે.

શ્રી ઉદયભાઈ કાનગડે અમુક વિસ્તારોમાં અશ્વ સવારી કરીને લોકસંપર્ક કર્યો હતો. તેઓ દ્વારા વોર્ડ નં-5 માં લોકસંપર્ક ધનેશ્વર ચોકના મહાદેવના દર્શનથી પ્રારંભ કર્યો હતો.

માર્કેટ યાર્ડ, હુડકો ક્વાટર, શ્રી રામ સોસાયટી, નરસિંહ નગર, શિવમ નગર, શિવમ કો.ઓ.હા.સોસાયટી, મનહર સોસાયટી,માલધારી સોસાયટી,વ્રજભૂમિ સોસાયટી, શિવમ નગર, વિગેરે વિસ્તારોમાં લોકસંપર્ક કર્યો હતો.

આ લોકસંપર્કના કાર્યક્રમમાં વિધાનસભાના ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, માર્કેટ યાર્ડના પ્રમુખ જયેશભાઈ બોઘરા, કોર્પોરેટરો વજીબેન ગુલતર, રસીલાબેન સાકરિયા,હાર્દિક ગોહેલ, દિલીપભાઈ લુણાગરિયા, અગ્રણીઓ રમેશભાઈ અકબરી, દિનેશભાઈ શિયાળ, મુકેશભાઈ, દિનેશભાઈ, સતીષભાઈ, બાબુભાઈ, અશ્વિનભાઈ, કાર્યકર્તાઓ વિગેરે જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement