ભાજપના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહના સમર્થનમા વોર્ડ નં-8માં જૂથ બેઠક યોજાઈ

24 November 2022 04:35 PM
Rajkot Elections 2022 Politics
  • ભાજપના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહના સમર્થનમા વોર્ડ નં-8માં જૂથ બેઠક યોજાઈ

♦ મતદાર વિસ્તારમાં વિકાસમાં અગ્રેસર રહીશ-ડો.દર્શિતાબેન શાહ

♦ ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનમાં વિવિધ ક્ષેત્રે હરણફાળ વિકાસ થયેલ છે-શ્રી નીતિનભાઈ ભારદ્વાજ

રાજકોટ : રાજકોટ-69 વિધાનસભા બેઠકનાભાજપના ઉમેદવારડો.દર્શીતાબેન શાહના સમર્થનમાં વોર્ડ નંબર-8 ના ટાગોર નગરમાં એક જૂથ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ જૂથ બેઠકમાં આજુબાજુના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડો.દર્શીતાબેનને જંગી બહુમતીથી ચુંટી આપવા સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડો.દર્શીતાબેન શાહે જન પ્રતિનિધિ તરીકે તેની પસંદગી કરવા પક્ષના મોવડીઓનો આભાર માન્યો હતો. મતદાર વિભાગનાવિકાસમાં અગ્રેસર રહેવા આપેલ ખાત્રી. પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યુંકે ભાજપના 27 વર્ષના શાસનમાં ગુજરાતનો વિવિધ ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો છે. રાજ્યના વિકાસને વધુ ઉંચાઈએ લઈજવામાટે ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર કટીબદ્ધ છે.

રાજ્યમાંશિક્ષણ, તબીબી સેવા,ઓદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ, મહિલાસશક્તિકરણ આંતર માળખાકીય સુવિધા, વિગેરે ક્ષેત્રે થયેલી નોધપાત્ર કામગીરીની વિગતો આપી હતી.

અગ્રણી શ્રી કશ્યપભાઈ શુકલે જણાવ્યું હતું કે રાજ્યમાં રાજકોટનું સંગઠન અગ્રેસર છે. તેમણે ડો.દર્શીતાબેનને ઐતિહાસિક લીડથી જીતે તે માટે સહિયારો પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં વોર્ડના પ્રભારી નીતિનભાઈ ભૂત, મહિલા મોરચાના કિરણબેન માકડિયા, વોર્ડના હોદેદારો તેજશ જોશી, કાથળભાઈ ડાંગર, જયસુખભાઈ મારળીયા, કોર્પોરેટરો ડો.દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, વિવિધ સેલ-મોરચાના હોદેદારો કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement