કોઠારીયા કોલોની ખાતે જાડેજા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાયો

24 November 2022 04:39 PM
Rajkot Dharmik
  • કોઠારીયા કોલોની ખાતે જાડેજા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાયો

દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે..

રાજકોટ તા.24
કોઠારીયા કોલોની ખાતે જાડેજા પરિવાર રાતૈયા વાળા દ્વારા શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ હતી. કથાનું રસપાન શાસ્ત્રીજી ભુદેવ પ્રસાદજી
મથુરા વાળા દ્વારા કરાવવામાં આવ્યું હતું.

કથાના પ્રસંગો પોથીયાત્રા, ધ્રુવ ચરિત્ર, નરસિંહ જન્મ, વામન અવતાર, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, નંદ ઉત્સવ, ગીરીરાજ પૂજા, અન્નકુટ દર્શન, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત મોક્ષ, સહિત પ્રસંગો ધામધુમથી ઉજવાયા હતા. સર્વે પિતૃદેવના આત્માના મોક્ષાર્થે જાડેજા પરિવાર દ્વારા કથા યોજી હતી.

દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો કથાનું રસપાન કરતા હતા અને ભાવિકો મહાપ્રસાદનો લાભ લેતા હતા. સમગ્ર કથા મંડપ જય રાધેશ્યામના જયઘોષથી ગુંજી ઉઠયો હતો તેમ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા સત્યદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા જાડેજા પરિવાર (રાતૈયા)ની યાદીમાં જણાવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement