રાજકોટનાં અપક્ષ ઉમેદવારોને ટ્રક, રીક્ષા, રોડ રોલર, માચીસ સહિતનાં ચિન્હો ફાળવાયા

24 November 2022 04:43 PM
Rajkot Elections 2022 Politics
  • રાજકોટનાં અપક્ષ ઉમેદવારોને ટ્રક, રીક્ષા, રોડ રોલર, માચીસ સહિતનાં ચિન્હો ફાળવાયા

જિલ્લાની આઠ બેઠકો ઉપર 31-અપક્ષ ઉમેદવારો મેદાનમાં

રાજકોટ,તા.24
ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2022 અન્વયે રાજકોટ જિલ્લામાં 8 બેઠકો ઉપર મુખ્ય પાર્ટી સાથે 31 જેટલા અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં જંપલાવ્યું છે. રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓના સિમ્બોલ સ્થાયી હોઈ છે. જયારે અપક્ષ ઉમેદવારોને 300 જેટલા ચિન્હોમાંથી પસંદગીનું કોઈ એક ચિન્હ ફાળવવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં અપક્ષ તરીકે ઉભા રહેલા ઉમેદવારોને લોકો નામની સાથે તેમના ચિન્હ થી ઓળખી મતદાન કરી શકે તે માટે ફાળવેલા ચિન્હોમાં મુખ્યત્વે બેટ, બ્રસ,કેમેરો, રોડ રોલર, પ્રેસર કુકર, હીરો, શેરડી ખેડૂત, ટી.વી. રિમોટ, ટ્રક, પેટી, કેરમ બોર્ડ, ઓટો રીક્ષા, કોટ, કાતર, કોમ્પ્યુટર, ફૂટબોલ, માચીસ પેટી, લાઇટર, સીટી, ગેસ સિલિન્ડર, ઈસ્ત્રી, ટ્રક જેવા ચિન્હો ફાળવવમાં આવ્યા હોવાનું અધિક જિલ્લાચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચરે માહિતી આપતા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , રાજકોટ (પૂર્વ) 68 બેઠક ઉપરપાંચ,રાજકોટ (પશ્ચિમ) 69 બેઠક ઉપર સૌથી વધુ 8, રાજકોટ (દક્ષિણ) 70 બેઠક ઉપર5, રાજકોટ (ગ્રામ્ય) 71 બેઠક ઉપર6, 72 - જસદણ બેઠક ઉપર2, ગોંડલ - 73 બેઠક ઉપર સૌથી ઓછા 1, જેતપુર - 74 બેઠક ઉપર2 તેમજ ધોરાજી - 72 બેઠક ઉપર3 અપક્ષ મળી કુલ 31 અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે..

આગામી તા. 01લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે હાલ વયોવૃદ્ધ, ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપેરથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement