ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું

24 November 2022 05:06 PM
Rajkot Elections 2022
  • ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું
  • ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું
  • ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું
  • ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું
  • ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં મેઘાણી રંગભવનમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું

► મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓનું થતું અમલીકરણ

► રમેશભાઈ ટીલાળાને જંગી બહુમતીથી ચુંટી કાઢવા મહિલા સંમેલનમાં અપીલ કરાઈ

► સખી મંડળો, ઉજ્જવલા યોજના સહિતની સરકારી યોજનાના લાભાર્થી બહેનો ઉમટી પડ્યા : રમેશભાઈ ટીલાળા જ અમારા પ્રતિનિધિ બનવા યોગ્ય

► રાજકોટ રાજકોટ-70 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીરમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભક્તિનગર સર્કલમાં આવેલ મેઘાણી રંગ ભવન ખાતે વિશાળ મહિલાસંમેલન યોજાયું.

આ મહિલા સંમેલનને સંબોધતા ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ મહિલા સશક્તિકરણની યોજનાઓનુંઅમલી કારણ કરેલ છેતેમણે મહિલા ઉત્કર્ષ, આર્થિક, સ્વરોજગાર, આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી આપી હતી.શ્રી રમેશભાઈ ટીલાળાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સૌનો આભાર માનીને મત વિભાગના વિકાસને વધુ ગતિ આપવા ખાતરી આપી હતી.

કોર્પોરેટર જયાબેન ડાંગરે જણાવ્યું હતું કે રમેશભાઈ ટીલાળાને સૌથી વધુ લીડ મળશે. રાજકોટ મહિલા મોરચા દ્વારા એક સૂત્ર પણ શ્રી રમેશભાઈ ટીલાળાને આપવામાં આવ્યું છે. ‘ગાંઠીયા-જલેબી-ફાફડા રમેશભાઈ આપણા’ એ સૂત્ર મત વિસ્તારમાં ગુંજી રહ્યું છે.

આમહિલાસંમેલનમાં મહિલા અગ્રણીઓ શ્રી કિરણબેન હરસોડા, અને શ્રી કિરણબેન માકડિયા અને ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા મોટીલીડથી જીતે તે માટે મહિલાઓને અપીલ કરાઈ હતી.

આ મહિલા સંમેલનમાં વોર્ડ નં. 13,14,17,18, ના કોર્પોરેટરો જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, સોનલબેન સેલારા, તથા અન્ય મહિલા મોરચાના હોદેદારો કુસુમબેન ડોડીયા, નૈનાબેન ગોહિલ, કંચનબેન મારડિયા, દીપાલીબેન વોરા, વૈશાલીબેન મહેતા, ગીતાબેન પરમાર, નીલમબેન દેશાઈ,દક્ષાબેન શાહ, પ્રીતીબેન પાઉં, માલતીબેન ચાવડા, રીટાબેન રોકડ, લતાબેનગોરશીયા, મહિલા કાર્યકરો અને ભક્તિનગર સહીતના વિસ્તારોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

► ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનો વોર્ડનં-14 માં પદયાત્રા અને લોકસંપર્ક યોજાયો
રમેશભાઈ ટીલાળાને મત આપવા અપીલ કરાઈ : લોકો રમેશભાઈને હસતા મોઢે આવકારીને મત આપવાનું અનુમોદન આપતા હોય તેવી પ્રતીતિ થઇ રહી છે

રાજકોટ : રાજકોટ-70 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મતદાર વિભાગમાં સમાવિષ્ટ વોર્ડ નંબર-4 ના વિવિધ વિસ્તારોનો લોકસંપર્ક કર્યો હતો. તેઓએ જલારામ ચોક પાસેના આસપાસ ના વિસ્તારોના રહેવાસી અને ગાયત્રીનગર, ધર્મજીવન સોસાયટીના મુખ્ય માર્ગો તથા અન્ય માર્ગો પર આવેલ નાની-મોટી દુકાનોના દુકાનદારો, ધંધાર્થીઓ, વેપારીઓ વિગેરેનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો.

આ લોકસંપર્ક દરમ્યાન આગેવાનો દ્વારા તા.1ડીસેમ્બર ના રોજ મતદાન સમયે લોકોને 1 નંબરનું કમળનું બટન દબાવી વિધાનસભા-70 રાજકોટ દક્ષિણના લોકલાડીલા ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને કીમતી અને પવિત્ર મત આપીને વિજયી બનાવવા અપીલ કરાઈ હતી.આ લોકસંપર્કના કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વમેયર ડો.જયમીનભાઈ ઉપાધ્યાય, હરિભાઈ રતાડીયા, અમીનભાઈ માખેલા, દિનેશભાઈ જલુ, ભરતભાઈ ઢોલરીયા, કાર્યકરોવિગેરે જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement