મોંઘવારીમાં જીવનનિર્વાહ મુશ્કેલ : બળદગાડામાં પ્રચાર સાથે પ્રજાની પીડાનો પડઘો પાડતા હિતેષ વોરા

24 November 2022 05:06 PM
Rajkot
  • મોંઘવારીમાં જીવનનિર્વાહ મુશ્કેલ : બળદગાડામાં પ્રચાર સાથે પ્રજાની પીડાનો પડઘો પાડતા હિતેષ વોરા
  • મોંઘવારીમાં જીવનનિર્વાહ મુશ્કેલ : બળદગાડામાં પ્રચાર સાથે પ્રજાની પીડાનો પડઘો પાડતા હિતેષ વોરા
  • મોંઘવારીમાં જીવનનિર્વાહ મુશ્કેલ : બળદગાડામાં પ્રચાર સાથે પ્રજાની પીડાનો પડઘો પાડતા હિતેષ વોરા
  • મોંઘવારીમાં જીવનનિર્વાહ મુશ્કેલ : બળદગાડામાં પ્રચાર સાથે પ્રજાની પીડાનો પડઘો પાડતા હિતેષ વોરા

◙ રાજકોટ-70માં કોંગ્રેસના ઉમેદવાર હિતેષભાઇ વોરાનો ‘વિજયરથ’ સડસડાટ દોડે છે

◙ 500વાળા રાંધણ ગેસના 1100, સિલીન્ડર ઉંચકીને લોકઆક્રોશ દર્શાવ્યો : ભાજપને ફેંકી, કોંગ્રેસને જીતાડવા મતદારોનું વચન

રાજકોટ, તા. 24
રાજકોટ દક્ષિણ(70) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેષભાઇ વોરાનો વિજયરથ સડસડાટ આગળ ધપતો રહ્યો હોય તેમમતદારોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. તેઓએ વિજયરથ સમા વિજય ગાડામાં બેસીને પ્રચાર કર્યો હતો અને મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. સાથોસાથ પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજોની મોંઘવારી દર્શાવવા તથા લોકોની પીડાનો પડઘો પાડવા રાંધણ ગેસ સાથે વિરોધ કર્યો હતો અને તેમાં મતદારો પણ જોડાયા હતા.

રાજકોટ-70ના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર હિતેષભાઇ વોરાએ લોકસંપર્ક કર્યો હતો. તેઓએ બળદગાડામાં બેસીને મોંઘવારનો પડઘો પાડયો હતો. પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજોમાં બેફામ ભાવવધારાનો વિરોધ દર્શાવવા રાંધણ ગેસ સીલીન્ડર ઉંચકીને લોકોની પીડા દર્શાવી હતી. કોંગ્રેસના રાજમાં રૂા.પ00માં મળતા રાંધણગેસ સીલીન્ડરના ભાજપ સરકારે 1100 કર્યા છે. આકરી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. ત્યારે હવે ચૂંટણીમાં લોકો ભાજપને સત્તા પરથી ફેંકી દેશે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો અને મતદારોએ પણ સૂર પુરાવીને હિતેષભાઇ વોરાને જીતાડવાનું વચન આપ્યું હતું.

રાજકોટ-70 વિધાનસભાનાં ઉમેદવાર શ્રી હિતેષ વોરા દ્વારા વોર્ડ નંબર 18 માં વિનોદનગર, સુખરામનગર, ભવનાથ, ગ્રીન પાર્ક, શ્રદ્ધાપાર્ક, લાલપાર્ક અને અમરનાથ પાર્ક સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં 70-વિધાનસભા ઉમેદવાર હિતેષભાઈ વોરા એ જણાવ્યું હતું પદયાત્રા માં મેં લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી જોઈ-અનુભવી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા લોકોએ પોતાની વેદના જણાવી કે જેમાં મોંઘવારી, બેરોજગારી, ભષ્ટ્રાચારથી લોકો ત્રાહિમામ છે.

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારાને નામ બેફામ લુંટ કરવામાં આવે છે. યુવાનોમાં હતાશા અને આક્રોશ છે. આઉટસોર્સિંગ, ફિક્ષ પે ના નામે યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ખેડૂતો ની જાવક બમણી અને આવક અડધી છે. કોરોનામાં ગેરવહીવટ, ગુન્હાહિત બેદરકારીના ભોગ સામાન્ય જનતા બની અને કોરોનામાં દંડ અને દંડા થી પ્રજાને પરેશાન કરાયા. તેમજ શિક્ષણ નું મોટા પાયે વેપારીકરણ કરાયું છે અને નળ, ગટર, રસ્તા સહિતની પાયાની સુવિધા આપવામાં ભાજપા સતાધીશો નાકામ રહ્યા છે. ત્યારે પ્રજા વિરોધી સરકારને ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી.

આ પદયાત્રામાં વોર્ડ પ્રમુખ દીપકભાઈ ઘવા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઈ બુટાણી. નીલેશભાઈ મારૂ, વીડી પટેલ, નાગજીભાઈ વિરાણી, ઘનશ્યામસિંહ જાડેજા, નરેશભાઈ ગઢવી, દર્શનભાઈ ગૌસ્વામી, અહેશાનભાઈ ચૌહાણ, જયેશભાઈ કાકડિયા, કૌશિકભાઈ વોરા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સરલાબેન પાટડિયા, બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા, સાગર દાફડા, સહિતના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement