મતદાન અચૂક કરજો : ગેસના સિલિન્ડરો પર સ્ટીકર લગાવાયા, મહાનગરપાલિકાની ટીપર વાન પર મતદાન જાગૃતિના સંદેશા

24 November 2022 05:09 PM
Rajkot Elections 2022
  • મતદાન અચૂક કરજો : ગેસના સિલિન્ડરો પર સ્ટીકર લગાવાયા, મહાનગરપાલિકાની ટીપર વાન પર મતદાન જાગૃતિના સંદેશા

સોશિયલ મીડિયામાં કરાતો રાજકીય પ્રચાર ઉમેદવારોના ખાતામાં ઉમેરાશે : અરૂણ મહેશ બાબુ

► કોર્પોરેશનની ટેક્સ બ્રાંચ દ્વારા પણ બલ્ક SMS : BSNL ની ઓડીયો ક્લીપ મારફતે પણ જાગૃતિ અભિયાન

રાજકોટ,તા. 24
રાજકોટ શહેર-જિલ્લાની વિધાનસભા ચૂંટણીનું મતદાન આગામી તા. 1 ડીસેમ્બરે થનાર છે.જેના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો છતાં હજુ મતદારોમાં મતદાન અંગે નિરસતા વ્યાપેલી છે. આવા સંજોગોમાં જિલ્લામાં મતદારો મતદાન અંગે જાગૃત બની વધુને વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ અભિયાન છેડવામાં આવેલ છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અરુમ મહેશ બાબુએ જણાવ્યું હતું કે બહેનોને મતદાન કરવા માટે પ્રેરણા મળે તે માટે ગેસના સિલિન્ડર પર પણ મતદાન અચૂક કરજો તેવા સ્ટીકર લગાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાંચ સાથે મળીને પણ દરેક કરદાતા નાગરિકોને પણ મતદાનની અપીલ કરતાં એસએમએસ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સમાચાર માધ્યમો,ચેનલના માધ્યમથી પણ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. લોકોને મતદાન કરવા માટે પ્રેરણા મળે તેવા પેમ્પલેટ છપાવીને અખબારોના માધ્યમથી ઘેર-ઘેર વિતરણ કરાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી ઉમેદવારો દ્વારા કરાતા રાજકીય પ્રચાર પર પણ બાજનજર રાખવામાં આવી રહી છે. આ પ્રચારનો ખર્ચ ઉમેદવારોના ખાતામાં ઉમેરાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement