કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ત્રણ બાળકોને માતા-િ5તાની હુંફ મળી : બાળકો દત્તક અપાયા

24 November 2022 05:12 PM
Rajkot
  • કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ત્રણ બાળકોને માતા-િ5તાની હુંફ મળી : બાળકો દત્તક અપાયા

જિલ્લા કલેકટરના હસ્તે બાળકોને દત્તક ઇચ્છુક દંપતિઓને સોંપાયા

રાજકોટ, તા. 24
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ કિશોર ન્યાય અધિનિયમ એમેડમેન્ટ 2021 અન એડોપ્શન 2022 અંતર્ગત દત્તક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તાઓ આપવામાં આવી છે. સમગ્ર ભારતમાં નવેમ્બર મહિનાને એડોપ્શન માસ તરીકે ઉજવવામાં આવે છે.

જે અન્વયે આજરોજ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત નવી ગાઇડ લાઇન એડોપ્શન રેગ્યુલેશન 2022 અનુસાર જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના 3 આશ્રિત બાળકોને ઇચ્છુક દંપતિઓને સોંપવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા કલેકટરએ બાળકો અને દત્તક માતા-પિતાને તેમના ઉજજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તેમજ બાળકોને પારિવારિક હુંફ સાથે જવાબદાર માતા-પિતા તરીકે ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી.

આ સમગ્ર કામગીરીમાં પ્રાંત અધિકારી શહેર-1 કે.જી.ચૌધરી જિલ્લા બાળક સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરસીયા, ચીફ પ્રોબેશન ઓફિસર મેહુલગીરી ગોસ્વામી, કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement