જેતલસરમાં જુગાર દરોડો: રાજકોટના 3 સહિત 10 બાજીગરોને દબોચી લેવાયા

24 November 2022 05:20 PM
Dhoraji
  • જેતલસરમાં જુગાર દરોડો: રાજકોટના  3 સહિત 10 બાજીગરોને દબોચી લેવાયા

રસિક ઠુંમર વાડીમાં 1.14 લાખની રોકડ સહિત 7.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટ રૂરલ એલસીબીનો સપાટો

(દિલીપ તનવાણી) જેતપુર તા.24
જેતપુર નજીકના જેતલસર ગામે આવેલ રસીક શિવાભાઈ ઠુંમરની વાડીમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રાજકોટ રૂરલ એલસીબીએ ત્રાટકી 10 બાજીગરોને ઝડપી લીધા હતા. જુગાર પટ્ટ ઉપરથી એલસીબી પોલીસે 1.14 લાખની રોકડ સહિત 7.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સપાટો બોલાવી દીધો હતો.

આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતલસર ગામે આવેલ રસિક શિવા ઠુંમરની વાડીની ઓરડીમાં વાડી માલીક રસિક શિવા ઠુંમર અને રાજેશ ઉર્ફે રાજુ, આંબાભાઈ ડોબરીયા બહારથી જુગારીઓને બોલાવી વાડીની ઓરડીમાં જુગારનો અડ્ડો ચલાવતા હતા.

આ અંગેની મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે ગત રાત્રીના રસિક ઠુંમરની વાડીમાં દરોડો પાડતા અફડાતફડી મચી જવા પામી હતી. આ દરોડામાં જુગાર રમતા રાજકોટના આરોપી જગદીશ વસંતભાઈ બગડાઈ (રહે.ગોપાલનગર, રાજકોટ), જયેશ બાબુભાઈ ખાતરા (મવડી, શિવમ રેસીડેન્સી, રાજકોટ), હરેશ ઉર્ફે હરીશ જોષી (ગાંધીગ્રામ, રાજકોટ) રસિક શિવા ઠુંમર, રાજેશ ઉર્ફે રાજુ, આંબાભાઈ ડોબરીયા(જેતલસર), વિપુલ વલ્લભભાઈ કંટેસરીયા (ઉપલેટા), મુકેશ મોહનભાઈ ગોહિલ (જામનગર), ભાવેશ બાબુ ભુવા (જેતલસર), રસિક નારણ બાબરીયા (જેતલસર) અને ધવલ અશોક (જામનગર), નામના 10 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ 1.14 લાખની રોકડ તેમજ 11 મોબાઈલ અને કાર-બાઈક મળી કુલ રૂા.7.16 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.


Advertisement
Advertisement
Advertisement