રાજકોટની યુવતી સાથે લગ્ન કરી પતિ ઓસ્ટ્રેલિયા લઈ ગયો ત્યાં સાસરિયા સહિતનાએ ત્રાસ આપ્યો

24 November 2022 05:21 PM
Rajkot Crime
  • રાજકોટની યુવતી સાથે લગ્ન કરી પતિ ઓસ્ટ્રેલિયા  લઈ ગયો ત્યાં સાસરિયા સહિતનાએ ત્રાસ આપ્યો

♦ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

♦ પરિણીતા રિધ્ધિબેન વિંછીએ આક્ષેપ કર્યો કે, પતિ અને સાસરિયા કહેતા કે, ‘તું ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ શકે તેમ નથી, તને માવતરે જ મોકલી દેવી’ : ઓસ્ટ્રેલિયા રહેતા પતિ અને રાજકોટ રહેતા સાસરિયા સામે આરોપ

રાજકોટ, તા.24
રાજકોટની યુવતી સાથે લગ્ન કરી પતિ ઓસ્ટ્રેલિયા લઈ ગયો ત્યાં સાસરિયા સહિતનાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે. ફરિયાદી રિદ્ધિબેન (ઉ.વ.26) હાલ રૈયા ચોકડી પાસે જેએમસી નગરમાં માવતરને ત્યાં રહે છે. તેમણે ઓસ્ટ્રેલીયા રહેતા પતિ દર્શિત, સસરા દીપકભાઈ પ્રવિણચંદ્ર વિંછી, સાસુ સોનાલીબેન, દિયર ચિરાગ અને રાજકોટના મોટામવામાં કોઝી કોર્ટ યાર્ડમાં રહેતા મામાજી તેજસભાઈ દીનેશભાઈ રત્નેશ્વર અને મામીજી પાયલબેન વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મામાજી અને મામીજીના કહેવાથી તેમન લગ્ન તા.9-10-2019 ના રોજ થયા હતા. લગ્નબાદ ઓસ્ટ્રેલીયા સંયુકત કુટુંબમાં રહેતા.

જયાં પતિ સહિતના સાસરીયાઓ તું કરીયાવરમાં કંઈ લાવી નથી, તારા મમ્મીએ તને રસોઈ સીખડાવી નથી. જેવા મેણા મારી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું, તું ઓસ્ટ્રેલીયા સ્થાઈ થઈ શકે તેમ નથી, તને તારા માવતરે જ મોકલી દેવી છે તેમ કહી માનસિક ત્રાસ ગુજારતા ક્યારે તેની સાથે વાતચીત પણ કરતા નહીં . ઓસ્ટ્રેલીયામાં નોકરી કરતી તેનો જે પગાર આવતો તેમાંથી પતિ પૈસા લઈ લેતો હતો.

વધુમાં રિદ્ધિબેને જણાવ્યું કે તે તા.10-9-2022ના રોજ દાદીજી સાસુનું શ્રાદ્ધ હોવાથી સસરા સાથે ભારત આવ્યા હતા. ત્યારે મામીજી અને મામાજીએ પોતાના ઘરે રાખી હતી. બંનેએ તેને કહ્યું કે તને ઘરનું કોઈ કામ આવડતું નથી, જેથી તું બે મહિના તારા પિયરમાં રહી કામકાજ શીખી જા, પછી તને ઓસ્ટ્રેલીયા તેડી જશે. જેનો વિરોધ કરતા તારે પિયરમાં જ રોકાવું પડશે, જો નહી રોકાઈ તો તને જાનથી મારી નાખશું. તેવી ધમકી આપી મામાજી મામીજીએ તેના સસરાને ચડામણી કરી હતી.

તેનો મોબાઈલ ફોન પણ છીનવી લઈ પરીવારજનો સાથે વાતચીત કરવા દેતા ન હતા. આખરે તેના સસરા તેને મુકી ઓસ્ટ્રેલીયા જતા રહ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement