પાક. સૈન્યનો નવો સૈન્ય પ્રમુખ બનશે પુલવામાં આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ મુનીર: ભારત સાથે વધશે દુશ્મની

24 November 2022 05:22 PM
India
  • પાક. સૈન્યનો નવો સૈન્ય પ્રમુખ બનશે પુલવામાં આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ મુનીર: ભારત સાથે વધશે દુશ્મની

પુલવામાં આતંકી હુમલામાં ભારતના 40 જેટલા સૈનિકો શહીદ થયેલા: ત્યારે આઇએસઆઇનો વડો હતો મુનીર: બાલકોટ સ્ટ્રાઇક વખતે ડોભાલ અને મુનીર વચ્ચે ચકમક ઝરી હતી: મુનીરને તત્કાલીન પાક. પીએમ ઇમરાન ખાન સાથે મતભેદ થતા તેને આઇએસઆઇના પ્રમુખ પદેથી હટાવાયા હતા

નવી દિલ્હી,તા.24
વર્ષ 2019માં પુલવામાં આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ અને તે સમયે પાકિસ્તાનની ખુફીયા એજન્સી આઇએસઆઇનો મુખિયા લેફિટનન્ટ જનરલ અસીમ મુનિરને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સેનાના નવા વડા તરીકે નિયુકત કર્યો છે. પુલવામાં આતંકી હુમલામાં ભારતના 40 જેટલા જવાનો શહીદ થયા હતા.

પુલવામાં હુમલા બાદ ભારતે બાલાકોટ સ્ટ્રાઇક કરી ત્યારે મુનીરે ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ધમકી આપી હતી કે, ભારત એક મિસાઇલ ફેંકશે તો પાકિસ્તાન ત્રણ મિસાઇલથી જવાબ દેશે. મુનીરને તત્કાલીન પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સામે મતભેદ પણ થયા હતા. આ કારણે ઇમરાન ખાને તેને આઇએસઆઇના પ્રમુખ પદને હટાવી દીધા હતા.

શાહબાઝ સરકારના માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબે જણાવ્યું હતું કે, જનરલ મુનિર 29મી નવેમ્બરે રિટાયર થઇ રહેલા સેના પ્રમુખ જનરલ કમર બાજવાનું સ્થાન લેશે જનરલ મુનીર સેના પ્રમુખ બાજવાના ફેવરીટ મનાય છે.

જનરલ મુનીર એ શખ્સ છે જેમના આઇએસઆઇમાં ચીફ રહેવા સમયે ભારતે ફેબ્રુઆરી 2019માં પુલવામાં આતંકી હુમલો સહન કર્યો હતો. જેમાં ભારતના 40 જેટલા સૈનિકો શહીદ થયા હતા. આ સમગ્ર આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ મુનીર હતો. પુલવામાં આતંકી હુમલો તત્કાલીન આઇએસઆઇ ચીફ જનરલ મુનીરની ઉશ્કેરણીથી કરાયો હતો. આ હુમલો પણ આઇએસઆઇની મોડેસ ઓપરેન્ડી પર થયો હતો.

મુનીર કાશ્મીરની શેરી ગલીઓથી વાકેફ છે અને કાશ્મીર મામલે એકસપર્ટ ગણાય છે. હવે જયારે ભારત વિરોધી મુનીર પાકિસ્તાનના સૈન્યનો નવો પ્રમુખ બનવા જઇ રહયો છે ત્યારે પાકિસ્તાનની ભારત સાથે દુશ્મની વધી શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ખટાશ વધી શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement