દશરથસિંહ જાડેજા હત્યા કેસમાં યુપીના સુનિલને 7 વર્ષની સજા

24 November 2022 05:26 PM
Rajkot
  • દશરથસિંહ જાડેજા હત્યા કેસમાં યુપીના સુનિલને 7 વર્ષની સજા

વિરાણી આઘાટના કારખાનામાં ખૂની ખેલ ખેલાયો હતો, ડિસમિસ વડે કારીગર સુનિલે સાહેદો અને મૃતકો પર હુમલો કરેલો, લાંબી સારવાર બાદ 34 વર્ષીય દશરથસિંહનું મોત થયેલું

રાજકોટ, તા.24
દશરથસિંહ જાડેજા હત્યા કેસમાં ઉત્તરપ્રદેશના સુનિલ તેજબહાદુર રાજપૂતને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. રાજકોટના વિરાણી આઘાટના કારખાનામાં ખૂની ખેલ ખેલાયો હતો, ડિસમિસ વળે કારીગર સુનિલે સાહેદો અને મૃતકો પર હુમલો કરેલો જેમાં લાંબી સારવાર બાદ 34 વર્ષીય દશરથસિંહનું મોત થયું હતું.

આરોપી સુનીલ તા.13/7/14ના રોજ વિરાલી અઘાટ સીન્થેટીક ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજુરી કામ કરતો હતો ત્યારે અન્ય કારીગરો કબીર તથા પંડીત સાથે માલ ચઢાવવા બાબતે ઝઘડો થતા

આ ઝઘડાના કારણે આરોપીએ ઉશ્કેરાઈ ડીસમીસથી ફરિયાદી વિજય ઘનશ્યામભાઈ દેશાહીને બંને હાથ તથા કપાળમાં મારમારી ઈજા કરી તથા સાહેબ ઘનશ્યામસિંહ બહાદુરસિંહ પરમારને પડખાના ભાગે મારમારી ઈજા કરી તથા સાહેદ રાવતભાઈ ઉર્ફે રાજુભાઈને હાથમાં ઈજા કરી તેમજ સાહેદ દશરથસિંહ ફતેસિંહ જાડેજા (ઉ.વ.34)ને વાસામાં, પેટમાં, પડખામાં, છાતીમાં ડીસમીસ થી માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી જેમાં દશરથસિંહએ એચ.જે.દોશી હોસ્પિટલ, સ્ટ્રલિંગ હોસ્પીટલ, શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિલ હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ બાલવાટીકા, મળીનગર વિગેરે અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવેલ અને તા.2/9/2014ના રોજ ગંભીર ઈજાઓ ના કારણે સારવાર દરમિયાન મરણ જતા આરોપી સુનીલ તેઠકહાદુર ઉપર આઈપીસી કલમ 302,324 તથા કમીએકટની કલમ 135 (1) મુજબના ગુન્હાનું ચાર્ટલીટ કરવામાં આવ્યું હતું.

આ કેસમાં સરકારી વકીલ શ્રી તરૂણભાઈ માથુર દ્વારા કુલ 19 સાક્ષીઓ તપાસવામાં આવેલ અને આશરે 70 જેટલા દસ્તાવેજો પુરાવાઓ રજુ રાખવામાં આવેલ, જે મોખીક તેમજ દસ્તાવેજ પુરાવાઓ તેમજ સરકારી વકીલશ્રીના ધારદાર દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ બી.ડી.પટેલે આરોપી સુનીલ તેજબહાદુરસીંગને આઈપીસી કલમ 304 (2) માની સાત વર્ષની કેદ અને રૂ।.25,000નો દંડ કરેલ છે. અને જોની કેદ નો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ તરૂણભાઈ માથુર તેમજ મુળ ફરિયાદી વતી મુકુંદસિંહ સરવૈયા એડવોકેટ તરીકે રોકાયેલા હતાં.


Related News

Advertisement
Advertisement
Advertisement