અમરનગરમાં પ્રેમસંબંધમાં થયેલ ખુનના ગુનામાં મુખ્ય આરોપીઓનો જામીન ઉપર છુટકારો

24 November 2022 05:27 PM
Rajkot
  • અમરનગરમાં પ્રેમસંબંધમાં થયેલ ખુનના ગુનામાં મુખ્ય આરોપીઓનો જામીન ઉપર છુટકારો

રાજકોટ,તા.24
અમરનગરના ચકચારી પ્રેમ પ્રકરણમાં પ્રેમ સંબંધ મંજુર ન હોય બહેનના ઘરે જઇ રાહુલ ઉપર ઘાતકી હુમલો કરી મૃત્યુ નીપજવવાના ગુનામાં પકડાયેલ આરોપી શુભમ ઉર્ફે શુભાષ દિનેશ બોહકીયા તથા રવિ દિનેશ બોહકીયાને સેસન્સ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, પ્રેમસંબંધ મંજુર ન હોય આરોપીઓએ જમાઇના ઘરે જઇને ઘાતકી હુમલો કરતા રાહુલ સોેલંકીનું મૃત્યુ થયું હતું. આ અંગેની ફરિયાદ અજુબેન પ્રદીપભાઇ સોલંકીએ નોંધાવતા પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી વતી એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાએ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના જજમેન્ટો રજુ કરીને જણાવેલ કે, ચાર્જશીટમાં પણ આરોપીઓ સામે ચાર્જ લગાડેલ છે તેમાં જામીન આપી શકાય તેમ હોય આરોપીઓને જામીન ઉપર છોડવા અપીલ કરી હતી. કોર્ટે બંને આરોપીઓને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો.
આરોપી વતી વિદ્વાન એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મિલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર, જયપાલસિંહ સોલંકી રોકાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement