ભીલવાસ ચોક પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે બે શખ્સો પકડાયા

24 November 2022 05:28 PM
Rajkot Crime
  • ભીલવાસ ચોક પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે બે શખ્સો પકડાયા

પ્ર. નગર પોલીસની ટીમે શમસેર ઉર્ફે સમીર અને રાહીલને દબોચી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો:રૂ.65 હજારના મુદ્દામાલ જપ્ત

રાજકોટ. તા.24
ભીલવાસ ચોક પાસે આવેલ ઇગલ પેટ્રોલપંપ પાસેથી બે શખ્સોને ત્રણ ચોરાઉ બાઇક સાથે પ્ર. નગર પોલીસે દબોચી રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એ.ખોખર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ કરણસિંહ મારૂ કોન્સ્ટેબલ અશોકભાઈ હૂંબલ અને અનોપસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભીલવાસ ચોક પાસેના ઇગલ પેટ્રોલપંપ નજીકથી શમસેર ઉર્ફે સમીર અબ્બાસ જૂણાત (ઉ.વ.33) (રહે. ન્યુ જાગનાથ શેરી નં.26) અને રાહીલ હની ગાડીયાણી (ઉ.વ.23) (રહે. છત્રપતિ શિવાજી ટાઉનશિપ) ને ત્રણ ચોરાઉ બાઇક સાથે દબોચી રૂ.65 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્ર.નગર પોલીસે આરોપીને પકડી ત્રણ વાહણચોરીનો ભેદ ઉકેલ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement