કોઠારીયા નજીક આઇસરમાં ભરેલા સામાન પર બેઠેલા જયરાજસિંહ ઝાડ સાથે અથડાઈ નીચે પટકાયા:મોત

24 November 2022 05:29 PM
Rajkot
  • કોઠારીયા નજીક આઇસરમાં ભરેલા સામાન પર બેઠેલા જયરાજસિંહ ઝાડ સાથે અથડાઈ નીચે પટકાયા:મોત

આઇસરમાં સામાન ભરી વડાળીના મકાને જતા હતા:મોટો ભાઈ યુવરાજસિંહ આઇસર ચલાવતો હતો:માથામાં ગંભીર ઇજા થતાં તેઓને સારવારમાં ખસેડવામાં આવતા દમ તોડ્યો:પરિવારમાં શોક

રાજકોટ,તા.24
રાજકોટના કોઠારીયા ગામથી વડાળી ગામ તરફ ઘર વખરીનો સમાન ભરીને જતા આઇસરમાં બેસેલો યુવક ઝાડ સાથે અથડાઈ નીચે પટકાતા તેમને માથામાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટના ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અંગે આજીડેમ પોલીસે આઇસરના ચાલક મૃતકના ભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

વધુ વિગતો મુજબ, ઢેબર રોડ પર આવેલી ધારેશ્વર સોસાયટી મેઇન રોડ પર રહેતા અને પંચરની દુકાન ચલાવતા લખધીરસિંહ સાહેબજીસિંહ જાડેજા(ઉ.વ.55) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સમયે પુત્ર જયરાજસિંહ અને નાનો પુત્ર યુવરાજસિંહ એમ બધા ઘરે હતા.ત્યારે બાજુમાં આવેલા આશીર્વાદ ટ્રાન્સપોર્ટ વાળા બહાદુરભા માંજરીયાની આઇસરમાં ઘરવખરીનો સામાન ભરી વડાળી ગામે જવા માટે પુત્ર યુવરાજસિંહ સાંજે આઇસર ચલાવી નીકળ્યો હતો ત્યારે પાછળની બાજુ સમાન પર પુત્ર જયરાજસિંહ અને તેનો મિત્ર અરશીલ કુરેશી બેઠા હતા.

ત્યારબાદ કોઠારીયા ગામ નજીક પહોચતા રાત્રિના સાતેક વાગ્યાની આસપાસ પુત્ર યુવરાજસિંહનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું કે ભાઈ જયરાજસિંહ સામાન પર બેઠો હતો તે વૃક્ષની ડાળી સાથે અથડાતા નીચે રસ્તા પર પટકાયો હતો અને તેમને માથા પર ઇજા થતાં તેમને સારવાર માટે સૌપ્રથમ ખાનગી અને બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકને સંતાનમાં એક દીકરી છે અને પોતે બે ભાઈ એક બહેનમાં સૌથી નાના હતા.પોતે ફાયનાન્સ ઓફિસમાં કલેકશનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement