આટલી ઝડપી નિયુક્તિની જરૂર શું હતી? કેન્દ્રને સુપ્રીમનો સવાલ

24 November 2022 05:29 PM
India
  • આટલી ઝડપી નિયુક્તિની જરૂર શું હતી? કેન્દ્રને સુપ્રીમનો સવાલ

♦ ચૂંટણી પંચમાં નવા ચૂંટણી કમિશ્નરની નિયુક્તિની ફાઈલ અંતે સર્વોચ્ચ અદાલત સમક્ષ રજુ

♦ મે માસમાં ચૂંટણી કમિશ્નરનું સ્થાન ખાલી પડયું: નવેમ્બર સુધી સરકારે કોઈ એકશન ન લીધા અને 24 કલાકમાં જ નિયુક્તિ કેમ?

♦ ચૂંટણીપંચમાં હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિતની નિયુક્તિ મુદે સ્વતંત્ર પેનલ રચવા અંગે નિર્ણય લેશે સુપ્રીમ

નવી દિલ્હી, તા.24
મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિતની નિયુક્તિ મુદે ઉઠાવેલા પ્રશ્નો બાદ આજે કેન્દ્ર સરકારે બે દિવસ પહેલા જ નિયુક્ત કરાયેલા ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલની નિયુક્તિની ફાઈલ રજુ કરીહતી અને તે સમયે ન્યાયમૂર્તિ એ પ્રાથમીક નિરીક્ષણ વ્યક્ત કરતા જણાવ્યું કે વિજળીક ગતિએ આ નિમણુંક થઈ છે અને સર્વોચ્ચ અદાલત ચૂંટણીપંચમાં નિયુક્તિ મુદે એક સ્વતંત્ર પેનલ રચે તેવી શકયતા છે.

છેલ્લા બે દિવસથી આ નિયુક્તિ અંગે વિવાદ સર્જાઈ રહ્યો હતો અને આ પ્રકારની નિયુક્તિમાં ન્યાયતંત્રની કોઈ ભૂમિકા નથી તેવું જણાવીને સુપ્રીમકોર્ટને તેની લક્ષ્મણરેખામાં રહેવા આડકતરી રીતે જણાવ્યું હતું પરંતુ સર્વોચ્ચ અદાલત ચૂંટણી કમિશ્નરની નિયુક્તિ માટે અડગ રહી હતી અને સરકારને ફાઈલ રજુ કરવા આદેશ આપ્યો હતો.

આજે સર્વોચ્ચ અદાલત સમક્ષ આ ફાઈલ રજુ થઈ હતી અને તેમાં હવે સુપ્રીમ કોર્ટ આગામી સમયમાં વધુ સુનાવણી કરશે પરંતુ પ્રાથમીક રીતે સર્વોચ્ચ અદાલતે મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે કાનૂન મંત્રીએ નામની પસંદગી કરી અને વડાપ્રધાને તે જ દિવસે મંજુરી આપી હતી. આટલુ જલ્દી શું હશે તેવો પ્રશ્ન પૂછયો હતો. સુપ્રીમકોર્ટની પાંચ જજોની ખંડપીઠ દ્વારા ફાઈલનું અધ્યયન કર્યા બાદ તેના પર નિર્ણય લેશે.

ખંડપીઠે કહ્યું કે કાનુનમંત્રીએ ચાર નામોની સૂચીમાંથી એક નામ પસંદ કર્યુ. 18 નવેમ્બરે ફાઈલ રજુ થઈ અને વડાપ્રધાને તે જ દિવસે મંજુરી આપી દીધી. ખંડપીઠે જણાવ્યું કે અમે કોઈ ટકકર ઈચ્છતા નથી પરંતુ આટલી ઝડપ શા માટે તે પ્રશ્ન અમે પૂછીએ છે. ખાલી જગ્યા પર 15 મે ના રોજ સરકારને જણાવ્યું હતું તો નવેમ્બર સુધી સરકારે કોઈ કામગીરી ન કરી.

ત્યારબાદ આ સુપરફાસ્ટ નિયુક્તિ કરી. હવે સુપ્રીમકોર્ટ આ મુદે વધુ સુનાવણી આગામી સમયમાં કરશે જેમાં ચૂંટણી કમિશ્નરની નિયુક્તિમાં સ્વતંત્ર પેનલ અંગે નિર્ણય લેવાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement