જામા મસ્જીદમાં મહિલાઓને એકલી કે સામુહિક પ્રવેશ પર પ્રતિબંધ: ફતવો

24 November 2022 05:32 PM
India
  • જામા મસ્જીદમાં મહિલાઓને એકલી કે સામુહિક પ્રવેશ પર પ્રતિબંધ: ફતવો

મસ્જીદ કમીટી દ્વારા પુરુષ સભ્ય સાથે હોય તો જ મહિલાઓને પ્રવેશનો અધિકાર અપાયો: વિરોધ શરૂ

નવી દિલ્હી તા.24
દિલ્હીની વિખ્યાત જામા મસ્જીદમાં મહિલાઓનો પ્રવેશ અંગે તાલીબાની ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે મસ્જીદમાં કોઈ એકલી કે સામુહિક રીતે ફકત મહિલાઓ પ્રવેશ કરી શકશે નહી પરંતુ તેની સાથે કોઈ પુરુષ સભ્ય હોય તો જ તેને પ્રવેશ આપવામાં આવશે.

મસ્જીદ કમીટીએ આ આદેશ જાહેર કરીને દરવાજા પર નોટીસ પણ લગાવી છે અને તેમાં લખાયું છે મસ્જીદમાં છોકરી કે મહિલાઓને એકલી દાખલ થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

અત્યાર સુધીમાં જામા મસ્જીદમાં આ પ્રકારના કોઈ પ્રતિબંધ હતા નહી અને મહિલાઓ પણ ઈબાદત માટે આવતી હતી. પરંતુ મેનેજમેન્ટ કમીટી દ્વારા કરાયેલા આ ફરમાનથી હવે નવો વિવાદ સર્જાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement